જૂનાગઢ : વિજળીના ખુલ્લા વાયરે લીધો ર ગૌ માતાના જીવ

0

જૂનાગઢના હાજીયાણી બાગમાં વિજળીના ખુલ્લા વાયરને સ્પર્શ કરતા શોર્ટ સર્કિટના કારણે ૨ ગાયના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઉપરાંત અન્ય ૩ ગાયના જીવ સદનસીબે બચી જવા પામ્યા હતા. ગઈકાલ બપોરના સમયે આ દૂર્ઘટના સર્જાયા બાદ મનપાની વીજળી શાખા નિંદ્રામાંથી જાણે જાગી હોય તેમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખુલ્લા વાયરની યોગ્ય કાર્યવાહી હાથ ધરાઇ હતી.

error: Content is protected !!