બે દિવસ પહેલા યાત્રાધામ બેટ દ્વારકા જવા-આવવા માટે ચાલતી ખાનગી બોટ ચાલકોની યાત્રિકો સાથે થયેલ માથાકૂટ બાદ તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી હોય તેમ નવ બોટના પરવાના આઠ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે પ્રશ્ન તે ઉપસ્થિત થાય છે કે, વર્ષોથી આ પ્રમાણેની ઉપસ્થિત થતી ફરિયાદોમાં તંત્ર દ્વારા કોમ્પ્યુટરની ભાષા જેમ કોપી-પેસ્ટ જેવા પગલા ભરવામાં આવે છે. તો શું ફરી ફરીને એક જ પ્રકારના ગુન્હા કરતા આ બોટ ચાલકો માટે કોઈ વધુ કડક પગલાની જાેગવાઈ જ કાયદામાં નથી ? તેવો પ્રશ્ન પ્રજા પૂછી રહી છે. ત્યારે જાે ફક્ત અખબારી અહેવાલો બાદ જ તંત્ર સક્રિય થતું હોય તો પ્રજા કોને ભરોસે તંત્ર કે અખબારોને તેવો પણ ઉઠાવી રહેલ છે.