જૂનાગઢ જીલ્લામાં યોગ સપ્તાહની ઉજવણી અંતર્ગત ૧ર૪૧ લાભાર્થીઓએ લાભ લીધો

0

આઠમાં વિશ્વ યોગ દિવસ અંતર્ગત નિયામક આયુષની કચેરી ગાંધીનગર તથા જીલ્લા વિકાસ અધિકારી જૂનાગઢનાં માર્ગદર્શન અને જીલ્લા આયુર્વેદ અધિકારીની સુચના મુજબ આયુષ હેલ્થ એન્ડ વેલસેન્ટર દ્વારા યોગ સપ્તાહનાં પ્રથમ દિવસે આયુષ માર્ગદર્શન મુજબ યોગ કરવાની સાથે સ્વાસ્થ્યમાં યોગ અને પ્રાણાયામનું કેટલું મહત્વ છે તે બાબતની જાણકારી આપતા હાલમાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં લોકોની રોગ પ્રતિકારક શકિત જયારે ઓછી થઈ ગઈ છે અને જીવન મીકેનીકલ થઈ ગયા છે ત્યારે શરીરની ખાસ જરૂરીયાત કે જેનું વિષ્ણુંપાદામૃત (ઓકસીઝન) કહીએ છીએ તેનો ઉપયોગ બહુ ઓછો કરીએ છીએ.
આ આયોગ અને પ્રાણાયમથી શરીરમાં ઓકસીઝનનું પ્રમાણ વધે ફેફસા અને અન્ય અંગો સ્વસ્થ રહે તથા લોકોને રોગ પ્રતિકારક શકિત વધે તે બાબતનું માર્ગદર્શન તમામ તાલુકા ઉપર સ્થિત આયુષ વિભાગનાં મેડીકલ ઓફીસરો દ્વારા આપવામાં આવ્યું હતું. હવે પછીનાં બાકી દિવસોમાં પણ અલગ અલગ રોગ પરત્વે યોગ તથા તેના ફાયદા પ્રેકટીકલ અને મૌખિક જણાવવામાં આવશે. આ યોગ સપ્તાહનો લાભ લેવા જીલ્લાનાં તમામ લોકોને જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી અને જીલ્લા આયુર્વેદ અધિકારી દ્વારા અનુરોધ કરાયો છે. જૂનાગઢ જીલ્લાનાં વિવિધ તાલુકા મથકોએ તા. ૧૪-૬-રરનાં રોજ આયોજન કરેલ હતું જેમાં કુલ ૧ર૪૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

error: Content is protected !!