જૂનાગઢ શહેરમાં કચરાના ડસ્ટબીનને નુકશાન કરનાર સામે મનપાની લાલ આંખ

0

જૂનાગઢ શહેરમાં કચરો જયાં ત્યાં ન ઉડે અને જાહેર માર્ગો ઉપર ગંદકી ન ફેલાય તેમજ જાહેરમાં કચરો ઉત્પન્ન કરનાર દ્વારા જ કચરાનું સેગ્રીગેશન કરવામાં આવે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો ઉપર સુકા કચરા માટે બ્લુ તથા ભીના કચરા માટે લીલી ડસ્ટબીન ફીટ કરવામાં આવેલ છે. આથી જૂનાગઢ શહેરની જનતા, લારી ગલ્લાવાળા તથા દુકાનદારોને અનુરોધ કરવામાં આવે છે કે, આપના દ્વારા ઉત્પન્ન થતો કચરો જયાં-ત્યાં કે જાહેરમાં ફેંકી ગંદકી ન કરવી પરંતુ કચરાના પ્રકાર મુજબ આપની નજીક ફીટ કરવામાં આવેલું બ્લુ ડસ્ટબીનમાં સુકો કચરો તથા લીલા ડસ્ટબીનમાં ભીનો કચરો ઠાલવી સ્થળ ઉપર જ સેગ્રીગેશન કરવુું આમ કરવાથી જૂનાગઢને સ્વચ્છ શહેરોમાં રેન્ક આપવામાં સહભાગી થવા અનુરોધ કરવામાં આવેલ છે.
શહેરના અમુક મુખ્ય માર્ગો ઉપર આ ફીટ કરવામાં આવેલ છે. આ ડસ્ટબીનને તોડવા/ બાળવા/ ફાઉન્ડેશનમાંથી ઉખેડી નાખી નુકશાન પહોંચાડેલ છે તો આ પ્રકારે જાહેર ઉપયોગના સરકારી જાન-માલને નુકશાની પહોંચાડવામાં આવેલ છે. આ ડસ્ટબીનમાં કોઈપણ પ્રકારની નુકશાની કરવા બદલ જે તે વિસ્તારના કેમેરાનું ફુટેજ ચેક કરી ગુનેગારો સામે ફોજદારી રાહે પગલા લેવામાં આવશે. તેમજ ડસ્ટબીનમાં નુકશાન કરેલ ગુનેગાર પાસેથી મહાનગરપાલિકા દ્વારા નકકી કરેલ દંડ વસુલ કરવામાં આવશે જેની તમામ સંબંધકર્તાઓ અને શહેરીજનોએ નોંધ લેવી તેમ એક યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!