જૂનાગઢ મામલતદાર કચેરી (ગ્રામ્ય)માં જનસેવા કેન્દ્રમાં એક જ બારી હોવાને લીધે ગામડાનાં લોકો હેરાન-પરેશાન

0

જૂનાગઢ મામલતદાર કચેરી (ગ્રામ્ય)માં જનસેવા કેન્દ્રની એક જ બારી હોવાનાં કારણે અંદાજે ૬૦ જેટલા ગામોની જનતા ત્રાહીમામ પોકારી ગયેલ છે. સામાન્ય માણસને માટે અતિ જરૂરી આવક અને જાતિનાં દાખલા, ક્રિમીલીયર તેમજ ડોમીસાઈલ સર્ટીફીકેટ, સીનીયર સીટીઝન, નિરાધાર વૃધ્ધ, વિધવા સહાય તેમજ રેશનકાર્ડને લગતી કામગીરીનાં ફોર્મ અહીં ભરવાનાં હોય છે. પરંતુ આ જનસેવા કેન્દ્રનો સમય ૧૧ થી રનો હોય અને એક જ કર્મચારી અને એક જ બારી હોવાને લીધે ગામડેથી આવતા ઘણા લોકોનો વારો આવે એ પહેલા બારી બંધ થઈ જતી હોવાથી ધરમનાં ધકકા થાય છે. ગરીબ માણસ પોતાની મજુરી બંધ કરીને આવા દાખલા માટે ર૦ થી ૩૦ કિમી દૂરથી અહી આવ્યા હોય અને વારો ન આવે ત્યારે બીજે દિવસે પાછો ધકકો થતો હોય હેરાન પરેશાન થઈ ગયેલ છે. હાલમાં જ ધો. ૧૦-૧રનું પરીણામ આવેલ હોય વિદ્યાર્થીઓને અતિ જરૂરી સર્ટીકીટો માટેની વિધિ પણ અહી થતી હોય વિદ્યાર્થીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા છે. અને લોકોનાં કહેવા પ્રમાણે લાગવગવાળા અને પૈસા આપતા લોકોનાં કામો વચ્ચેથી કરી દેવામાં આવે છે. ગરીબ અને વૃધ્ધોને પડતી હાલાકી ધ્યાને આવતા સૌરાષ્ટ્ર દલીત સંગઠનનાં જીલ્લા મંત્રી પ્રવિણભાઈ ખાવડુએ મામલતદાર (ગ્રામ્ય)ને તાત્કાલીક બારી વધારવાની માંગણી મુકેલ છે. હવે જાેવાનું રહે છે કે, સરકારી બહેરા તંત્રનાં કાને ગરીબોની હાલાકીનો અવાજ સંભળાય છે કે નહીં ?

error: Content is protected !!