માંગરોળમાં હિન્દૂ સ્મશાનનું રિનોવેશન કરો, નગરપાલિકાને આવેદન અપાયું

0

છેલ્લા ઘણા સમયથી માંગરોળમાં હિન્દૂ સ્મશાનની ગંભીર હાલત હોય, મૈયત બાળવા આવેલ ડાઘુઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્મશાનની ઉપર આવેલ પતરા ગમે ત્યારે ડાઘુઓ ઉપર પડે અને વરસાદને કારણે ઉપરથી પાણી પડવાથી અતિ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. હાલ ચોમાસાની સીઝન શરૂ થતા સ્મશાનમાં પવનના કારણે દુર્ઘટના સર્જાય તેવી શક્યતા ઉભી થશે. આ સમસ્યાઓને લઈને લેખિત અને મૌખિક રજુઆત કરવા છતાં રિનોવેશનની કામગીરી કરવામાં આવી નથી. સ્મશાનમાં દરવાજાે ન હોવાથી ગમે ત્યારે પશુઓ અંદર ઘુસી જઇ સ્મશાનમાં નુકશાન કરી શકે છે. આ સિવાય પાણી, સફાઈ સહિતની પાયાની સુવિધાઓ વધારવા પણ માંગણી કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સ અને સમગ્ર હિન્દૂ સમાજ દ્વારા ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું. જેમાં માંગરોળ વિશ્વ હિંદુ પરિષદના વિનુભાઈ મેસવાણીયા, ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી હરીશ રૂપારેલીયા, પરેશ જાેશી, ગુણવંતબાપુ સુખાંનદી, પ્રકાશ લાલવાણી, અરૂણભાઈ સહિતના લોકો હજાર રહ્યા હતા.

error: Content is protected !!