કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું

0

કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતોના વિવિધ પ્રશ્ને મામલતદારને આવેદનપત્ર આપી ધરણા કર્યા હતા. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કિસાનોને વિજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે. જેમા બંનેના વિજદરમાં તફાવત છે જેથી વિજ મીટર આધારીત ખેડૂતોને નુકશાની જાય છે. જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વિજ પુરવઠો આપી સમાનતા લાવવા જેવા કે મીટર આધારીત વિજદર અને હોર્સ પાવર આધારીત વિજદરમાં સમાનતા લાવવી, કલ્પસર યોજના તાત્કાલીક શરૂ કરવી, રીસર્વેની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવી અને ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું તાત્કાલીક નીવારણ કરવું. વિજ કંપનીઓ દ્વારા કલમ-૧૨૬ હેઠળ આપવામાં આવતા લોડ વધારાના જે ખેડૂતોને કોઈપણ જાણ વગર આપવામાં આવે છે. જેમાં ખેડૂતોનો પક્ષ રાખવાની સત્તા આપવી સહિતની માંગણીઓ સાથે કેશોદ તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા કેશોદ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ધરણાં કર્યા હતા. ખેડૂતોના વિવિધ પ્રશ્ને ભારતીય કિશાન સંઘે કેશોદ મામલતદાર મારફત મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જાે માંગણીઓ નહી સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

error: Content is protected !!