જૂનાગઢ મહાનગરપાલિકામાં વોર્ડ નં.રમાં બિસ્માર રસ્તા બાબતે ઘેરાવ સાથે ઉગ્ર રજૂઆત

0

જૂનાગઢ મહાનગપાલિકાનાં વોર્ડ નંબર-૨નાં બિસ્માર રસ્તાની મરામત માટેની રજૂઆત કરવા માટે સ્થાનિક મહિલાઓનું ટોળું મહાનગરપાલિકા કચેરીએ ઘસી આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા એક તરફ વિકાસના કામો કરવા માટે મંજૂરી આપતા હોવાના અહેવાલ મળી રહ્યા છે ત્યારે બીજી તરફ વોર્ડ નંબર-૨માં રસ્તાઓની હાલત અતિશય ખરાબ હોવાની રજૂઆત મહાનગરપાલિકા ડેપ્યુટી કમિશ્નરને સ્થાનિક લોકોને સાથે રાખી શાબેરાબહેન દ્વારા કરવામાં આવી હતી. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો વડીલોને ચાલવામાં પણ બહુ તકલીફ પડતી હોવાનું સ્થાનિક લોકો દ્વારા ફરજ ઉપરના ડેપ્યુટી કમિશ્નર નંદાણિયાને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
જાેકે, સત્વરે યોગ્ય કરવાની ડેપ્યુટી કમિશ્નરે ખાત્રી આપતા હાલ મામલો થાળે પડ્યો હતો. બીજી તરફ શાસક પક્ષનાનેતા કિરીટભાઈ ભિંભા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. ગટર અને પાણીની લાઇનના કામ હાલ આયોજનમાં છે અને ગટર અને પાણીની લાઈન તેમજ કનેક્શનનાં કામ પૂર્ણ થતાં જ તાત્કાલિક રસ્તાઓ પણ નવા બનાવવામાં આવશે.

error: Content is protected !!