જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ શહેરના ઓઘડનગર વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત શિક્ષક તરીકે જીવન ગુજરાન ચલાવતા ૬૦ વર્ષીય સિનિયર સીટીઝનએ જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, જાણ કરેલ કે, પોતાના મકાનની બાજુમાં ટ્રસ્ટની જમીનમાં પ્લોટ રાખેલ હોય, કાયદેસર દસ્તાવેજ કરાવેલ હોય, તેમ છતાં એક માથાભારે ઈસમને એ પ્લોટ લેવાનો હોય, નિવૃત્ત શિક્ષક વ્યવસ્થિત માણસ હોય, પૈસા પડાવવા માટે પ્લોટમાં નહિ જવાની ધમકી આપવા લાગેલ હતો. નિવૃત્ત શિક્ષક દ્વારા મચક નહિ આપતા, નિવૃત્ત શિક્ષકની જમીન વંથલી તાલુકામાં હોય, ત્યાં પણ માથાભારે ઈસમોને કહી, શિક્ષકના ભાગિયાને અમારે માસ્તર પાસેથી રૂપિયા લેવાના હોય, તમે જમીનમાં ખેતી કરવા જતા નહિ, તેવું જણાવી, નિવૃત્ત શિક્ષકના ભાગિયાને પણ ધમકી આપવામાં આવતા, હાલમાં વાવેતરની સીઝન હોય, ખેતીકામ અટકાવી દીધુ હતું. રિટાયર્ડ થયેલ અને વૃદ્ધાવસ્થામાં જીવન ગુજારતા અરજદાર કોઈ માથાકૂટ કરી શકે તેમ ના હોય, પોતાને પોતાની જામીન તથા પ્લોટ ખોવાનો વારો આવતા, તેઓ મુંઝાયા હતા અને પોતાની વર્ષોની મરણ મૂડી સમાન કમાણી જામીન અને પ્લોટ બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હરેન્દ્રસિંહ ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા, સ્ટાફના હે.કો. દિપકભાઈ, યશપાલસિંહ, વિક્રમભાઈ, સાહિલભાઈ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે ભાડે રાખી, ધમકી આપતા જૂનાગઢ અને વંથલી તાલુકાના માથાભારે ઈસમોને પોલીસની ભાષામાં સમજાવતા, માથાભારે ઈસમો દ્વારા નિવૃત્ત શિક્ષકની જમીન તથા પ્લોટ સાથે કોઈ લેવા દેવા નહિ હોવાનું જણાવી દેવામાં આવેલ હતું. નિવૃત્ત શિક્ષક એવા વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર હવેથી તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન પ્લોટ તથા જમીન બચાવી, સંવેદનાપૂર્ણ કાર્યવાહી કરી, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જાે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન પ્લોટ તથા જામીન હાથમાંથી જતી રહેત અથવા માથાભારે ઈસમો રૂપિયા પડાવત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.