જૂનાગઢ જુથ ખેતી વિકાસ સેવા સહકારી મંડળીના પ્રમુખ તરીકે ધીરૂભાઈ ગોહેલની બીન હરીફ વરણી

0

ભારત દેશમાં ગુજરાતની સહકારી પ્રવૃતિ આઝાદીના વખતથી ખૂબ જ આગળ પડતી અને પ્રથમ નંબરના રાજય તરીકે નામના મેળવી ખેડૂતો માટેની લોકશાહી ધોરણે સેવા કરનારી છે. જૂનાગઢ જિલ્લાની જૂનાગઢની સ્થાનિક ૧૧ ગામોને આવરી લેનારી વિશાળ વિસ્તાર ધરાવતી જૂનાગઢ જૂથ ખેતી વિષયક સહકાર મંડળી સને. ૧૯પપથી કાર્યરત છે. આ મંડળીની સ્થાપના દ્વારકાદાસ ત્રિવેદીએ કરી હતી. આ વિસ્તારનાં ખેડૂતોને ખેતી વિષયક ધિરાણો સમયસર અને વ્યાજબી દરે મળે તે માટે સ્થાપના કરી છે. આ સંસ્થાના પ્રમુખ તરીકે અગાઉ ઘણા મહાનુભાવોએ સેવા આપેલ છે. આ સંસ્થાની ર્વાષિક સાધારણ સભા તા.૧પ-૬-ર૦રરના રોજ પ્રમુખ ભનુભાઈ કાપડીયાના પ્રમુખ સ્થાને મળેલ હતી. જેમાં એજન્ડા મુજબ કામગીરી હાથ ધરતા વ્યવસ્થાપક સમિતીની આગામી પ વર્ષ માટે નિમણુંક કરવામાં આવેલ હતીે. જયારે પ્રમુખ તરીકે જૂનાગઢની સહકારી, સામાજિક તથા સેવાભાગી સંસ્થાઓ સાથે જાેડાયેલા અને તાજેતરમાં જ સફળતાપૂર્વક જૂનાગઢના મેયર તરીકે નિવૃત થયેલા ધીરૂભાઈ ગોહેલની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ હતી. જયારે ડીરેકટર તરીકે હરીભાઈ મોરવાડીયા, નાનાલાલ ચોટલીયા, ખીમજીભાઈ જાદવભાઈ રાઠોડ-વિજાપુર, ગંભીરભાઈ ભીખા ભટ્ટી, ભરતભાઈ વિક્રમભાઈ ભટ્ટી, દેવાભાઈ નાનુભાઈ ભટ્ટી-સોડવદર, વસંતભાઈ ભનુભાઈ કાપડીયા, કચરાભાઈ પોપટભાઈ માવાણી, ગોબરભાઈ કરશનભાઈ કાપડીયા-સરગવાડા, રાજેશભાઈ લખમણભાઈ-ખામધ્રોળની સર્વાનુમતે બીન હરીફ વરણી કરવામાં આવેલ છે. જૂનાગઢ જુથ ખેતી વિષયક સેવા સહકારી મંડળના આગામી વિકાસના કાર્યો, ધીરાણમાં વૃધ્ધિ, સરકારની યોજનાઓ ખેડૂતો સુધી પહોંચાડવા સહિતના નિર્ણયો લેવામાં આવેલ છે. મીટીંગનું સંચાલન મંત્રી અરવિંદભાઈ ડોબરીયાએ કર્યું હતું. આ સભામાં વિશાળ સંખ્યામાં ખેડૂત સભાસદોની હાજરી રહી હતી.

error: Content is protected !!