બિલખા વિસ્તારમાં આવેલ પ્રાચિન રામનાથ મંદિરનો બગીચો જંગલખાતાએ બંધ કરતા શ્રધ્ધાળુઓ ત્રાહીમામ !

0

બિલખાથી પાંચ કિમી દૂર જંગલ વિસ્તારની નજીક આવેલ અતિ પ્રાચિન અને ઐતિહાસીક રામનાથ મહાદેવનું મંદિર સમગ્ર ભારતવર્ષમાં પ્રચલિત છે. અને હજારો શ્રધ્ધાળુઓ અને પર્યટકો આ મંદિરનાં દર્શનાર્થે આવે છે. આ મંદિરની નીચેનાં પ્રાંગણમાં ગુડ્ડાજલી નદીનાં કિનારે પર્યટકો માટે લાખોનાં ખર્ચે સરસ મજાનો બગીચો બનાવવામાં આવ્યો છે. જયાં બેસીને શ્રધ્ધાળુઓ પ્રકૃતિનો આનંદ લઈ શકતા હતાં. પરંતુ છેલ્લા ઘણા સમયથી માણસ ગંધીલા જંગલખાતા દ્વારા આ બગીચાને તાળું મારી બંધ કરી દેવામાં આવતાં પર્યટકો અને શ્રધ્ધાળુઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.
આમ જાેઈએ તો સમગ્ર સોરઠમાં જંગલ વિસ્તારની નજીક આવતાં હિન્દુ મંદિરોમાં આવતાં શ્રધ્ધાળુઓને યેનકેન પ્રકારે ત્રાસ આપવાની જંગલખાતાની નીતિ જાેર પકડતી જાય છે. અને હિન્દુ મંદિરોએ આવતા શ્રધ્ધાળુઓ અને પર્યટકો બંધ થાય એવી નિતીનાં ભાગરૂપે જ બિલખાનાં રામનાથ મંદિરે બગીચો બંચ કરીને જંગલખાતાએ પોતાનાં લખણ ઝળકાવ્યા હોવાનું સ્પષ્ટ જણાઈ આવે છે. જાે હિન્દુ સંગઠનો આગળ નહી આવે તો ભવિષ્યમાં આપણા વિસ્તારની આસ્થાનાં પ્રતિક રામનાથ મંદિરે આવવા-જવા માટે પણ જંગલખાતા દ્વારા સમયની પાંબદી નાંખી દેવામાં આવશે. જંગલખાતાએ શરૂઆત કરી છે ત્યાં જ તેને ડામી દેવામાં આવે એ ઈચ્છનીય છે.
સરકાર પર્યટકોની અને શ્રધ્ધાળુઓની સુવિધા માટે મંદિર સુધી આવવા-જવા માટે લાખો કરોડોનાં ખર્ચા કરી રોડ-રસ્તા બનાવડાવે છે. પણ નામ એવા જ ગુણ ધરાવતું આ જંગલખાતુ પર્યટકોને પરેશાન કરીને સરકારની નીતિનો ઉલાળીયો કરતું જાેવા મળે છે. જે હોય તે હાલમાં તો બિલખાનાં યુવા અગ્રણી કિશનભાઈ રાબડીયાએ આ બંધ કરેલા બગીચાને તાત્કાલીક ખુલ્લો મુકવા લેખીત રજુઆત કરેલ છે. જાેઈએ જંગલખાતુ તેમનું જંગલીપણું છોડીને માનવ બનશે કે નહી ?

error: Content is protected !!