ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજવા જઈ રહી છે. ત્યારે હાલ જે રીતે સોરઠમાં વરસાદી વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે ત્રીપાંખીયા જંગમાં કોણ બાજી મારશે તેના ઉપર અત્યારથી ચર્ચાનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ભાજપનું ગ્રાઉન્ડ વર્ક જબરદસ્ત છે તેને નકારી ન શકાય.
જૂનાગઢ જિલ્લામાં ગત ચૂંટણીમાં ભાજપને ફક્ત કેશોદ બેઠક ઉપર જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો, આ વર્ષે તેનાથી પ્રદર્શન વધુ સારૂ રહેશે તેમાં કોઈ બે મત નથી. કોંગ્રેસ જિલ્લાની અન્ય ૪ બેઠક ઉપર જીત મેળવી હતી ત્યારે હાલના સંજાેગો જાેતા તે પ્રકારનું પ્રદર્શન મુશ્કેલ છે. આપ પાર્ટી હાલ તો કાળા ડીબાંગ વાદળોની જેમ વરસે અને આશ્વર્ય સર્જે તેવું ઘણા લોકોનું કહેવું છે પરંતુ માહોલ ઊભો કરવો અને મતદારોને મત પેટી સુધી એ જ વિશ્વાસ સાથે પહોચાડવા અઘરૂ હોય છે. ત્યારે ક્યા પક્ષનું સરોવર મતથી છલકાશે તેને લઇ હાલ તો ચારે તરફ ચર્ચા શરૂ થઇ ચૂકી છે.