પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપા જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં સેવાકીય કાર્યોની નોંધ લીધી

0

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં સોશ્યલ પ્લેટફોર્મ દ્વારા એક સર્વે અનુસાર સમગ્ર દેશમાં ટોપ સેવા સ્ટાર વિનર્સની પસંદગી કરવામાં આવતી હોય છે અને તેમનાં નામની જાહેરાત પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવતી હોય છે. આપણને સૌને ગૌરવ થાય જ્યારે આપણું કોઈ આ ગૌરવશાળી સ્થાન પ્રાપ્ત કરતું હોય છે અને આ ગૌરવશાળી સ્થાન આ વખતે સરળ સહજ સ્વભાવ ધરાવતા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનું નામ એનાઉન્સ થયું છે. ત્યારે જૂનાગઢ મહાનગરમાં એક આનંદની લાગણી પ્રસરી ગઇ છે. આ ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થવા બદલ જૂનાગઢ મહાનગરનાં સમગ્ર લોકો પુનિતભાઇને શુભેચ્છા પાઠવી રહ્યા છે. કારણ કે, જૂનાગઢ મહાનગરનાં લોકોએ પુનિતભાઇની સેવા જાેઈ છે. કોવિડના ભયંકર સમયની વાત કરીએ તો ત્યારે પણ આ વ્યક્તિ એ પોતાના જીવની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર અનેક લોકોની જિંદગી બચાવી છે. કોવિડ પોઝિટિવ દર્દીઓની હાલત ગંભીર હોય તો પણ તેમનો હાથ ઝાલીને સારવાર કરાવતાં લોકોએ જાેયાં છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્વામિનારાયણ મંદિર જવાહર રોડ ખાતે તાત્કાલિક આઇસોલેશન સેન્ટર ઉભું કરી ત્યાં પણ ર૫૦થી પણ વધુ દર્દીઓને આ ભયંકર બિમારીમાંથી ઉગાર્યા છે. તાઉતે વાવાઝોડાની દિવ દરીયા કિનારેથી શરૂઆત થઈ અને તેનાં થોડાં કલાકોમાં જ જૂનાગઢથી ઉના તાલુકાના ગામડાઓમાં સહાય આપવા માટે નિકળી જાય અને ત્યાંની ભયંકર પરિસ્થિતિ જાેઇને પુનિતભાઇનું જે હૃદય દ્રવી ઉઠયું હતું તે અમે જાેયું છે. કોઈપણ જ્ઞાતિ-જાતિનાં ભેદભાવ વગર હંમેશા દરેક વ્યક્તિને મદદરૂપ થવું તે જેમનો જીવનમંત્ર છે તેવાં પુનિતભાઇ શર્માનાં સન્માનને સ્વામીનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડનાં કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસ, સ્વામી પીપી સ્વામી, અક્ષરમંદિરના સંતો, પરમ વંદનીય સંત મુક્તાનંદ બાપુ, ઇન્દ્રભારતી બાપુ, શેરનાથબાપુ, ભવનાથ મહાદેવ મહંત મહાદેવગીરી બાપુ, જયશ્રીકાનંદજી માતાજી, તનસુખગીરી બાપુ તથા સર્વે વંદનીય સંતો-મહંતો અને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શીંગાળા, શૈલેષભાઈ દવે, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, શાસકપક્ષનાં નેતા કીરીટભાઇ ભીંભા, દંડક અરવિંદભાઈ ભલાણી, સંગઠનનાં હોદેદારો, મોરચાના પ્રમુખ, મહામંત્રીઓ, દરેક સેલનાં કન્વિનર, સહકન્વિનરઓ તથા મિડિયા વિભાગનાં હોદેદારો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, વેપારીઓ, સેવાકીય સંસ્થાઓનાં ટ્રસ્ટીઓ, પત્રકાર મિત્રો તથા જૂનાગઢ મહાનગરનાં નાગરિકોએ સેવાનાં ભેખધારી પુનિતભાઇ શર્માને આશિર્વાદ સાથે શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

error: Content is protected !!