નેત્રમ શાખાનાં પીએસઆઈ પી.એચ. મશરૂને પાંચમી વખત એવોર્ડથી સન્માનીત કરાયા

0

ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, ઇીુટ્ઠઙ્ઘિ શ્ ઇીર્ષ્ઠખ્તહૈંર્ૈહ ઁિર્ખ્તટ્ઠિદ્બ હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયાના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કિંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, “પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે. ઇીુટ્ઠઙ્ઘિ શ્ ઇીર્ષ્ઠખ્તહૈંર્ૈહ ઁિર્ખ્તટ્ઠિદ્બ હેઠળ એવોર્ડ એનાયત કરવા સારૂ ગુજરાત રાજ્યના ડી.જી.પી.ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્વારા રાજ્યના તમામ જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨રના ક્વાર્ટર-૧ તા.૧-૧-૨૦૨૨ થી ૩૧-૩-૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનું મુલ્યાંકન કરવામાં આવેલ હતું. મુલ્યાંકન બાદ કમીટી દ્વારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત ચોથી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો અને નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ગાંધીનગર ખાતે ડી.જી.પી. આશીષ ભાટીયા દ્વારા ૫મી વખત એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૪ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, ચારેય વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ગુજરાતમાં પ્રથમ નંબર મેળવેલ છે અને જૂનાગઢ જીલ્લા પોલીસને ગર્વ અપાવેલ છે. જૂનાગઢ પોલીસના ઇતિહાસમાં આ સિદ્ધિ સુવર્ણ અક્ષરે અંકિત કરાશે. પી.એસ.આઇ. પી.એચ.મશરૂને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, જાન્યુઆરી -૨૦૨૨, એપ્રીલ – ૨૦૨૨માં પણ ડી.જી.પી. આશીષ ભાટીયા દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ડી.જી.પી. આશીષ ભાટીયા દ્વારા ફક્ત ૧.૫ વર્ષના અંતરે ૬ વખત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે. પી.એસ.આઇ. પી.એચ. મશરૂ ગુજરાત પોલીસના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત આટલા ટૂંકા સમયગાળામાં રાજ્યના ડી.જી.પી.ના હસ્તે ૬-૬ વખત સન્માન મેળવનાર અધિકારી હશે. જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્વારા માહે ૧-૨૦૨૨થી માહે ૩-૨૦૨૨ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. આશિષ ભાટિયા દ્વારા એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી અને જૂનાગઢ પોલીસનું ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી તથા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી. એચ.ક્યું. આર.વી.ડામોર દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

error: Content is protected !!