ચોમાસાની શરૂઆત ૧૫ જુનથી થાય છે ત્યારે હાલના વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ દિવસે જ મેઘરાજાએ શુકન સાચવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો. કેશોદ તાલુકામાં ગઈકાલે વાવણી લાયક વરસાદ થયો હતો પણ ખેતરો લીલા હોવાથી આજે મોટા ભાગના ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા છે. ખેડૂતો આધુનીક જમાના સાથે કદમ મીલાવતા નાના-મોટા ટ્રેકટરો દ્વારા વધુ પડતી વાવણી કરવામાં આવે છે.
કેશોદ તાલુકામાં આજના દિવસે મોટાભાગના ખેતરોમાં બળદથી અને ટ્રેકટરો દ્વારા ખેડૂતો વાવણી કરતા જાેવા મળી રહ્યા છે. ચોમાસાના પ્રથમ દિવસે જ મેઘરાજાના આગમનથી વાવણી કાર્ય શરૂ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે અને આખા ચોમાસા દરમ્યાન સારો વરસાદ થાય તેવું ખેડૂતો મેઘરાજાએ પ્રાર્થના કરી રહ્યા છે. ગત વર્ષે ૧૦ જુન સુધીમાં મોટાભાગે વાવણી કાર્ય પુર્ણ થયું હતું જ્યારે હાલના વર્ષે આજથી વાવણીના શ્રીગણેશ કર્યા છે.