માણાવદર પંથકમાં અનરાધાર વરસાદ પ્રચંડ વિજળીનાં કડાકા ભડાકા સાથે મન મુકીને પડયો છે. ત્યારે વરસાદે તંત્રની પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પાડી છે. માણાવદર શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી થઈ નથી જેથી ઠેર ઠેર માટી, ગટરો, કાદવ-કિચડ ગંદકીથી ખદબદે છે જેથી પાણી નિકાલ થતો નથી. ભુર્ગભ ગટર પહેલેથી જ નિષ્ફળ ગઈ હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી હતી. પરંતુ હાલ પાણી નિકાલ થતો નથી તે પ્રજા ભોગવી રહી છે. ગઈકાલે શહેરમાં ૬૮ મીમી વરસાદ નોંધાયો હતો. સર્વત્ર વાવણી શરૂ થઈ છે. બિયારણ લેવા પડાપડી થઈ રહી છે. જાંબુડા ગામે વાવણી કાર્ય પુરજાેશમાં થઈ રહયું છે. પરંતુ ખેડૂતોને ડુપ્લીકેટ બિયારણ ધાબડી ન દે તે સરકારે જાેવું રહયું.