સોરઠમાં આજે પાંચમાં દિવસે પણ મેઘાવી માહોલ માંગરોળમાં સવારે દોઢ ઈંચ અને જૂનાગઢ સહિત અન્ય વિસ્તારમાં ઝાપટાં

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધીમે-ધીમે ચોમાસુ જાેર પકડતું જાય છે અને કોઇ જગ્યાએ હળવો તો કોઇ જગ્યાએ ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારે જૂનાગઢ જીલ્લાના માંગરોળમાં દોઢ ઇંચ વરસાદ પડયો છે. જયારે માણાવદર તથા જૂનાગઢના ગ્રામ્ય વિસ્તાોરમાં હળવા ભારે ઝાપટા પડયા છે. સવારે માંગરોળ પંથકમાં દોઢ ઇંચ વરસાદ થતા પાણી પાણી થઇ ગયું હતું. સોરઠ, સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિતનાં વિસ્તારોમાં ચોમાસાના પ્રારંભ અગાઉથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. ત્યારે આજે ચોમાસાનો પ્રારંભ થવાની સાથે જ સોરઠમાં મેઘાએ સવારે આળસ મરડી હતી. માંગરોળ અને તેની નજીકનાં વિસ્તારોના વાતાવરણમાં સવારે ઓચિંતો પલ્ટો આવ્યો હતો અને તે સાથે મેઘો તૂટી પડયો હતો. માંગરોળમાં ધોધમાર વરસાદ થતાં માર્ગો ઉપરથી નદીની માફક પાણી વહેતા થઇ ગયા હતા.
માંગરોળમાં સવારના ૩૧ મીમી એટલે કે દોઢ ઇંચ વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઇ હતી. માંગરોળની સાથે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સવારનાં મેઘાએ ધીમી ધારે એન્ટ્રી કરતા ૧ મીમી. પાણી પડયાનું નોંધાયું હતું. જયારે માણાવદર પંથકમાં પણ મેઘાએ વ્હાલ વરસાવતા ૭ મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાનાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ છે.

error: Content is protected !!