વર્તમાનમાં દેશની એકતા અખંડિતતા સાર્વભૌમત્વ જાણે તલવારની ધાર ઉપર હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં ભાઈચારો, કોમી એખલાસનું શૌહાર્દપૂર્ણ વાતાવરણને જાણે કોઈની નજર લાગી હોય તેવું લાગી રહ્યું છે જે દેશની સંસ્કૃતિ “વસુધેવ કુટુમ્બકમ” ની હોય, જે દેશ વિવિધતામાં એકતાથી ઓળખાતો હોય એ જ દેશની ગંગા જમુના તહજીબને જાણે લૂણો લાગી ગયો હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હોય ત્યારે ગંગા જમના તહજીબને બચાવવા, ભાઈચારો, કોમી એખલાસના શૌહાર્દપૂર્ણ વાતાવરણને જાળવી રાખવા દેશની એકતા અખંડિતતાને સાર્વભૌમત્વને અખંડ રાખવા જે પરિવારે શહાદત વહોરી હોય તે જ પરિવારને સત્તામાં બેઠેલા સત્તાધીશો સત્તાના મદમાં આવી સરકારી એજન્સીઓનો ખોટો ઉપયોગ કરી હેરાન પરેશાન કરી રહ્યા હોય ત્યારે ભગવાન દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરી પ્રાર્થના કરી દેશનો ભાઈચારો, એકતા, અખંડિતતાને સાર્વભૌમત્વ અખંડ રહે તે માટે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા જગત મંદિરે દ્વારકાધીશને નૂતન ધ્વજાજી ચડાવી પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની તંદુરસ્તી માટે પ્રાર્થના કરવામાં આવી. નૂતન ધ્વજાજી ભગવાન દ્વારકાધીશને અર્પણ કરતા પહેલા આહીર સમાજની વાડીમાં ધ્વજાજીની પૂજા અર્ચન વિધિ કરવામાં આવી. આ પૂજા અર્ચન વિધિમાં મુસ્લિમ બિરાદરો સહિત અલગ અલગ જાતિ ધર્મના લોકો પણ જાેડાઈ ભાઈચારાનો સંદેશ આપવામાં આવ્યો આહીર સમાજની વાડી થી જગત મંદિર સુધી ધ્વજાજીને ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે નિજ મંદિર સુધી સામૈયું કરી લાવ્યા આ સામૈયામાં ભાવિકોએ રૂપિયાની ઘોર કરી જે એકઠા થયેલા રૂપિયા દ્વારકાની ગૌશાળામાં જમા કરવામાં આવ્યા. ગુજરાત કિસાન કોંગ્રેસની આ નૂતન કાર્યક્રમમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા, જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન દેવુભાઈ ગઢવી, જીવાભાઈ કનારા, મેરગભાઈ ચાવડા, યાસીનભાઇ ગજણ, મુરૂભાઈ કંડોરિયા, ગિરિરાજસિંહ જાડેજા, રમેશ કંડોરિયા, હરદાસભાઈ આંબલિયા, રાકેશ નકુમ, લખમણ આંબલિયા, ગીરધરભાઈ વાઘેલા, રામભાઈ કણજરીયા, ભરતભાઇ વાઘેલા, માલદેભાઈ રાવલિયા, કરણાભાઈ છૈયા, પરબતભાઈ લગારીયા, ધનાભાઇ આંબલિયા, ગોદળભા સુભણીયા, ધનાભાઈ લધા, સાજીદ સોલંકી, દેવરામભાઈ સોનગરા, માલદે ભરવાડ, હમીરભાઇ ભાંભિ, ચેતન જગતિયા, વિનોદ કરમુર, કરશન ડેર, વિજુભા જાડેજા, સહદેવસિંહ જાડેજા, ભાયાભાઈ જાેગલ, ગુલામભાઈ જેઠવા, રસિક નકુમ, મગનભાઈ માસ્તર, તીર્થ પટેલ વગેરે જાેડાયા હતા.