કોડીનારનાં જાંત્રાખડી ગામની બાળાને ન્યાય અપાવવા અને નરાધમને ફાંસી આપવા કોડીનાર સમસ્ત તાલુકાભરમાંથી માંગ

0

કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામે ૮ વર્ષીય માસૂમ બાળાને પોતાની હવસનો શિકાર બનાવી પાશવી અને હેવાનિયત ભર્યો દુષ્કર્મ ગુજારી પોતાનું પાપ છુપાવવા માટે માસૂમ બાળાની ક્રૂર હત્યા નીપજાવી દીધાના બનાવમાં પોલીસે બનાવની ગંભીરતા સમજી લોક આક્રોશ શાંત પાડવા ગણતરીના કલાકોમાં નરાધમ આરોપી શામજી સોલકીને પકડી પાડયા બાદ સમગ્ર તાલુકાભરમાં માસૂમ બાળાને ઝડપી ન્યાય અપાવવા ઝુંબેશ શરૂ થઇ છે ત્યારે સમગ્ર કોડીનાર તાલુકાના સર્વ સમાજના લોકોએ માસૂમ બાળાને ન્યાય અપાવવા અને નરાધમ આરોપીને ઝડપી ફાંસીની સજા આપવાની માંગ સાથે વિશાળ રેલી યોજી અલગ અલગ ૧૩ સમાજાે દ્વારા કોડીનાર મામલતદારને આવેદપત્ર પાઠવી આ જધન્ય કૃત્યનો કેસ સ્પે.ફાસ્ટ ટ્રેકમાં ચલાવી આરોપીને આકરી સજા કરવા માંગ કરી હતી.
કોડીનાર શહેરમાં ગઈકાલે સવારે ૧૧ કલાકે સોમનાથ મંદિરેથી મામલતદાર ઓફિસ સુધી વિશાળ રેલી નીકળી હતી જે મામલતદાર ઓફિસ જઈ ત્યાં કોડીનાર રાજપૂત કરની સેના, કોળી સેના, ધર્મ રક્ષા રાષ્ટ્રીય એકતા ફોજ, શ્રી દશનામ ગોસ્વામી સમાજ, ત્રિપાંખ સાધુ સમાજ, મહા ગુજરાત દશનામ ગોસ્વામી મહા મંડળ, એક વિચાર એક ભારત ગ્રુપ, જય ઝુલેલાલ યુવક મંડળ, ભીમસેના, સમસ્ત દરજી સમાજ કોડીનાર જેવા સંગઠનો અને જિલ્લા સદસ્ય બી.પી.મોરાસિયા, માલગામના સરપંચ એન.બી.રાઠોડ અને જાંત્રાખડીના સરપંચ જે.આર.સોલંકી સહિત ટોટલ ૧૩ આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા. આ આવેદનપત્રોમાં જણાવ્યા મુજબ ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર તાલુકાના જાંત્રાખડી ગામે તા .૧૨/૬/૨૦૨ર ને રવિવારના રોજ દશનામ ગોસ્વામી સમાજની માત્ર ૮ વર્ષની ગામમાં કુમળી વયની દિકરી ઉપર અમાનુષી રીતે દુષ્કર્મ આચરી ર્નિદયતા પુર્વક હત્યા કરવામાં આવેલ હોય આ બનાવથી શ્રી દશનામ ગોસ્વામી સમાજ – કોડીનારમાં ખુબજ આક્રોશ વ્યાપેલ હોવાનું જણાવી આ બનાવને સખ્ત શબ્દોમાં વખોડી, આવી ઘટના અવાર – નવાર બનતી હોય આવી હિચકારી ઘટનાઓને અટકાવવા માટે સરકાર દ્વારા આ કેસને સ્પે.ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી વહેલી તકે ન્યાયીક પ્રક્રિયા પૂર્ણ કરી ઝડપી કેસ ચલાવી આરોપીને સમાજમાં દાખલારૂપ કડકમાં કડક ફાંસીની સજા આપવા આ અંગે યોગ્ય ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવા તથા ન્યાય આપવા આપ માંગ કરી આ હેવાનિયત ભર્યા બનાવના પીડિતા બાળાના ગરીબ પરિવારને સરકાર તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આર્થિક સહાય વહેલી તકે મંજુર કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ રેલીમાં વિવિધ સંગઠનોના હોદેદારો, સર્વ સમાજના અગ્રણીઓ, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નરાધમને ફાંસીની સજા નહીં મળે તો હજારો બહેનો અનશન કરશે
માસુમ દીકરી સાથે બનેલ જધન્ય ઘટનાને લઇ ખાસ મહિલા અને યુવતીઓમાં ભારે રોષ પ્રવતે છે . આ ઘટનાના વિરોધમાં કોડીનાર શહેરમાં સોરઠ મહિલા મંડળની ૨૦૦થી વધુ મહિલાઓએ આક્રોશભેર રેલી કાઢી મામાલદારને આવેદનપત્ર પાઠવી આરોપીને તત્કાલ ફાંસીની સજા આપવા માંગ કરી છે . મહિલાઓએ જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં આવી પાંચ જેટલી ઘટનાઓ બની હોય અમે કયાં સુધી રેલી અને આવેદનપત્રો જ આપશું ? અમારા વિસ્તારમાં વારંવાર આવી ઘટનાઓ કયાં સુધી બનતી રહેશે ? તેવા વેધક પ્રશ્નો આવી ઘટનાઓથી દીકરીઓ અસુરક્ષાની લાગણી અનુભવી રહી હોવાનું જણાવી જાે આ ઘટનામાં આરોપી નરાધમ શખ્સને વહેલીતકે ફાંસી નહીં અપાઈ તો સોરઠ મહિલા મંડળની ૧૧ હજાર બહેનો અનશન ઉપવાસ ઉપર ઉતરશે તેવી સોરઠ મહિલા મંડળના પ્રમુખ નીતાબેન વાળા અને મીતાબેને ચીમકી ઉચ્ચારી છે.

error: Content is protected !!