દ્વારકા : કાચા મકાન હોવાથી ચોમાસામાં પાણી પડતું હવે એ સમસ્યા નહિ રહે : લાભાર્થી પુરીબેન

0

કાચા મકાન હોવાથી ચોમાસામાં ઘરમાં પાણી પડવાની સમસ્યા સર્જાતી હતી. જાે કે, હવે પાકા મકાન બની જતા એ સમસ્યા હલ થઈ ગઈ છે તેમ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પાકુ મકાન બનાવી શકનાર ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના વતની અને પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)ના લાભાર્થી પુરીબેને જણાવ્યું હતું. પુરીબેને કહ્યું કે, હું હાલમાં ભાડથર ગામમાં રહું છું અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવું છું. અમે જે મકાનમાં રહેતા હતા તે બિલકુલ કાચું મકાન હતું. ચોમાસામાં પાણી પડવાની અને પડી જવાની બીક લાગતી હતી અને કાચું મકાન હોવાથી ખૂબ જ અગવડ પડતી હતી. બાદમાં અમને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના વિષે ખબર મળી અને આ યોજનામાં મેં ફોર્મ ભરતા સરકાર દ્વારા મને પાકુ મકાન બનાવવા માટે સહાય કરવામાં આવી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારૂ પાકું મકાન હશે પણ મને સરકાર તરફથી સહાય મળતા મારૂ પાકું મકાન બની શક્યું. આ મકાનમાં મારો પરિવાર ખુશીથી પોતાનું જીવન વિતાવી રહ્યો છે. તેમજ આવી યોજનાઓ થકી દેશના છેવાડાના માનવીને પણ પોતાનું ઘરનું ઘર મળી રહે છે. વધુમાં પુરીબેને જણાવ્યું કે, મને આ યોજનાનો લાભ મળ્યો છે. હવે હું અન્ય લોકો કે જેને પોતાનું ઘરનું ઘર બનાવવું છે. પણ આર્થિક તકલીફનો સામનો કરી રહ્યા હોય તેવા લોકોને પણ સરકારની આ યોજના વિષે માહિતી આપીશ જેથી તેઓ પણ તેમના સ્વપ્નનું ઘર બનાવી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છીએ કે, તેઓએ અમારા જેવા નાના લોકો માટે આવી અનેક યોજનાઓ શરૂ કરી છે.

error: Content is protected !!