સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ભારતના લોકોએ માર્ચની તા.ર૧મી એ દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ કર્યો હતો. મંગળવાર તા.ર૧મી જુન લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટનાનો લાભ લેવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ લોકોને અપીલ કરી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તેના કારણે તા.ર૧મી જુને લાંબામાં લાંબો એટલે કે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ર૮ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩ર મિનિટ – અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ – સુરતમાં દિવસ ૧૩ કલાક રર મિનિટ, રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટ – થરાદમાં દિવસ ૧૩ કલાક ૩૧ મિનિટ, રાત્રિ ૧૧ કલાક ર૯ મિનિટ – મુંબઈમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ – રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટ સમયગાળામાં રહેશે. તા.રરમી જુનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવતે પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જાેવા મળશે. ભારતમાં સૂર્યોદય-સૂર્યાસ્ત પ્રમાણે વિવિધ સ્થળોએ સેકન્ડ-મિનિટના તફાવતથી ફેરફાર દિવસ-રાત્રિ જાેવા મળશે. વધુમાં જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે, ર૧મી જુન પછી સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો ઉપર આધારિત હોય છે જે સતત બદલાતા રહે છે. પૃથ્વી પોતાની ધરી ર૩.પને ખુણે નમેલી હોય છે. પૃથ્વીનું માથું દક્ષિણ અને ઉત્તર તરફ નમેલું હોવાના કારણે પૃથ્વીવાસીઓને ગરમી અને ઠંડી વિવિધ આબોહવાનો અનુભવ સૂર્યના કિરણોના કારણે જાેવા મળે છે. તા.ર૧મી જુને લાંબામાં લાંબો દિવસ રાત્રિ ટૂંકી ત્યાર બાદ સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબીનો લોકો અનુભવ કરશે. આ ખગોળીય ઘટના વિષે વિશેષ માહિતી માટે મો.૯૮રપર૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલની યાદીમાં જણાવાયું છે.