જૂનાગઢમાં દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો

0

જૂનાગઢ એસઓજી પોલીસે ગઈકાલે અનાજ માર્કેટીંગ યાર્ડ વાળા મેઈન રોડ ઉપર મંગલધામ આશ્રમ વાળી ગલીનાં નાકે દોલતપરા નજીકથી રમેશ કાળુભાઈ ગોજીયા (આહિર) ઉ.વ.ર૯) રહે. દોલતપરા નેમીનાથનગર સોસાયટી-ર વાળાને દેશી હાથ બનાવટની પિસ્તોલ નંગ-૧ રૂા. રપ૦૦૦નાં મુદામાલ સાથે રેડ દરમ્યાન ઝડપી લીધેલ છે. આ પિસ્તોલ તેણે હાજર નહી મળી આવનાર કિરીટનગર દોલતપરામાં રહેતા અમીનમીંયા મહંમદમીંયા મટારી પાસેથી મેળવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવેલ છે. પોલીસે બંને સામે હથિયારધારા ભંગ અંગે ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ એસઓજી પોલીસ ચલાવી રહી છે.

error: Content is protected !!