Monday, September 25

જૂનાગઢમાં આવતીકાલે યુવા પત્રકાર દર્શન જાેષીનાં જન્મદિન પ્રસંગે સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

0

અબ તક દૈનિક તથા અબ તક મીડિયા હાઉસ અને સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના સહયોગથી જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જાેશીના પચીસમાં જન્મદિવસ પ્રસંગે આવતીકાલે રવિવારે જૂનાગઢ ખાતે સેવાની સરવાણી કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદિક તથા હોમિયોપેથીક સર્વરોગ નિદાન કેમ્પ અને દવા વિતરણ સાથે બ્લડ ગૃપીંગ, હાર્ટ, ડાયાબિટીસ અને આંખના નંબર ચેકઅપના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એ સાથે સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, આયુષ્યમાન કાર્ડ, ઇશ્રમ કાર્ડ, હેલ્થ કાર્ડ તથા ગ્રે કાર્ડ આ સેવાના સરવાણી કાર્યક્રમ અંતર્ગત કાઢી આપવામાં આવે તે માટે ભવ્યાતી ભવ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો લાભ લેવા આયોજકો તરફથી જાહેર નિમંત્રણ આપવાની સાથે વિનંતી કરવામાં આવી છે. જૂનાગઢના પત્રકાર મિલન ભીખુભાઈ જાેશી પરિવાર દ્વારા જૂનાગઢની સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન તથા અબ તક દૈનિકના સહયોગ સાથે જરૂરિયાતમંદ લોકોને સર્વોચ્ય આરોગ્યલક્ષી સેવાઓ નિષણાંત તબીબો અને ટેકનિશિયનો દ્વારા મળી રહે અને સરકારની વિવિધ યોજનાઓ ક્યાંય ધક્કા ખાધા વગર તેમના વિસ્તારમાં મળી રહે તેવા શુભ હેતુ સાથે જૂનાગઢ મહાનગરના લોકો માટે “સેવાની સરવાણી” કાર્યક્રમ અંતર્ગત વિવિધ સેવા કાર્ય એક જ સ્થળે, એક જ સમયે યોજવાનું નક્કી કરવામાં આવેલ હતું. ત્યારે જૂનાગઢના અબ તકના યુવા પત્રકાર દર્શન જાેશીના જન્મદિવસ પ્રસંગે જૂનાગઢનાં જાેષીપરામાં પાણીના ટાંકા પાસે આવેલ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ ખાતે આવતીકાલે રવિવારે તા.૧૯-૬-૨૦૨૨ના રોજ સવારના ૯ થી ૧૨ વાગ્યા સુધી સેવાની સરવાણી કાર્યક્રમ યોજાશે. સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન તથા અબ તક દૈનિકના સહયોગથી મિલન ભીખુભાઈ જાેષી પરિવાર દ્વારા યોજાનાર સેવાની સરવાણી કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદિક અધિકારી
ડો. વારાના માર્ગદર્શન હેઠળ વૈદ્ય અજય પિઠીયા, વૈદ્ય એમ.એસ વઢવાણા, વૈદ્ય ડીજી ઠુંમર, વૈદ્ય એચ.કે. લીંબાણી, વૈદ્ય એચ.એચ. વાઘેલા, વૈદ્ય વી.પી. ભાદરકા, ડો. એચ.એચ. લાલાણી, જે.જે. અજુડીયા દ્વારા દર્દીઓનું નિદાન કરાશે. તથા જરૂરતમંદ દર્દીઓને આયુર્વેદિક તથા હોમિયોપેથિક નિઃશુલ્ક દવાનું વિતરણ કરવામાં આવશે. આ સાથે જૂનાગઢની સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. સુશીલ કુમારના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત તબીબો અને ટેકનિશિયન દ્વારા બ્લડ ગૃપિંગ, ડાયાબિટીસ, હાર્ટ ચેકઅપ તથા આંખના નંબર ચેક આપવાનું પણ આ કેમ્પમાં નિઃશુલ્ક આયોજન કરવામાં આવેલ છે. આ સાથે સરકારની વિવિધ યોજનાઓ જરૂરિયાત લાભાર્થીઓને પોતાના વિસ્તારમાં ઘર બેઠા લાભ મળી શકે તે માટે આયુષ્યમાન કાર્ડ, ઈશ્રમ કાર્ડ, હેલ્થ કાર્ડ, ગે કાર્ડ કાઢી આપવા માટે ખાસ વ્યવસ્થા પણ આ “સેવાની સરવાણી” કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવી છે. આવતીકાલે રવિવારે સવારે ૯ થી ૧૨ દરમ્યાન યોજવામાં આવેલા આ “સેવાની સરવાણી” કાર્યક્રમ સંપૂર્ણ નિઃશુલ્ક યોજવામાં આવશે અને સવારે ૧૧ વાગ્યે કાર્યક્રમનું દીપપ્રાગટ્ય કરવામાં આવશે, જે પ્રસંગે જૂનાગઢના સંતો, મહંતો, રાજશ્રીઓ અને જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ તથા સમાજ શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહેશે અને જૂનાગઢના યુવા પત્રકાર દર્શન જાેશીના ૨૫માં જન્મદિવસ નિમિત્તે આશીર્વાદ, શુભેચ્છા પાઠવશે. આ સેવાની સરવાણી કાર્યક્રમનો લાભ લેવા પત્રકાર મિલનભાઈ જાેશી, ગીતાબેન એમ.જાેષી, બ્રહ્મ યુવા સંગઠનના સંસ્થાપક જયદેવ જાેશી, કાર્તિક ઠાકર તથા અબ તક દૈનિક અને મીડિયા હાઉસ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢના જાેષી પરિવારના કિશોર જાેશી, દ્રષ્ટિ ભટ્ટ, ઓમ રાવલ, નિતલ જાેશી, ભાવિન જાેશી, જલ્પેશ જાેશી, જીગ્નેશ મહેતા, મનીષ મહેતા, ચિંતન ભટ્ટ, રવિ ભટ્ટ, ધર્મિષ્ઠાબેન ઠાકર, બ્રહ્મ યુવા સંગઠનના પ્રમુખ વિશાલ જાેશી, મહેશભાઈ શુક્લા, પીસી ભટ્ટ, દેવાંગ વ્યાસ, મયુર જાેશી, મહિલા પાંખના પ્રમુખ ગીતાબેન ડી. જાેશી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવાઇ રહી છે.

error: Content is protected !!