જૂનાગઢ શહેરમાં રહેતા કિર્તીબેન ચુડાસમા મહાનગરપાલિકાના સ્વ-સહાય જૂથમાં જાેડાઇને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. કિર્તીબેન સ્વ-સહાય જુથ થકી આર્ત્મનિભર બની પરિવારને મદદ કરી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકાના સ્વ-સહાય જૂથ સાથે જાેડાયેલા કિર્તીબેન ચુડાસમાએ જણાવ્યું કે, અમારા જૂથનું નામ યોગી સ્વસહાય જૂથ છે. હું પહેલા મજૂરી પેટે કામ લઇ આવતી હતી. ત્યારબાદ મહાનગરપાલિકામાંથી બહેનો આવ્યા અને સ્વ-સહાય જૂથ મંડળમાં જાેડાવા અંગે માર્ગદર્શન આપ્યા બાદ અમે ૧૦ બહેનો મંડળમાં જાેડાયા બાદ અમને ટ્રેનીંગ આપી દિવાળી, નવરાત્રી સહિતના તહેવારોમાં સ્ટોલ આપવાનું શરૂ કર્યું. આ સાથે રૂા.૩ લાખની લોન સહાય પણ આપવામાં આવી હતી. બાદમાં મહાનગરપાલિકાએ એસબીઆઇ આરસેટીનો સંપર્ક કરાવ્યો જ્યાં મેં ટ્રેનીંગ પણ લીધી છે. હવે હું હસ્ત કલામાં ટ્રેનર તરીકે અન્ય મહિલાઓને શીખવાડી રહી છું. આ સ્ટોલ થકી હું સારી એવી આવક મેળવી આર્ત્મનિભર બની છું. સરકાર દ્વારા મહિલાઓ પગભર બને તે માટે પુરતી સહાય કરવામાં આવે છે તે માટે અન્ય મહિલાઓએ પણ સરકારની યોજનાનો લાભ લેવા માટે કિર્તીબેને અનુરોધ કર્યો હતો.