યાત્રાધામ દ્વારકામાં બિમાર-અશકત ગૌમાતાનાં લાભાર્થે આજે વિશેષ રામધૂનનું આયોજન

0

હાલમાં દ્વારકા શહેરમાં ગૌમાતાને લમ્પી સ્કીમ ડીસીસ નામનો ભયંકર રોગચાળો ફેલાયેલો છે અને આ રોગચાળાને કારણે કેટલીય ગાયો મૃત્યું પામેલ છે. ત્યારે આ રોગચાળો વહેલીતકે ગાયોમાંથી નાબુદ થાય તેમજ બિમાર-અશકત ગાયોની સારવાર માટે ગૌમાતાનાં લાભાર્થે આજે તા. ૧૮-૬-રરને શનિવારનાં રોજ દ્વારકાનાં શાકમાર્કેટ ચોકમાં વિશેષ રામધૂનનું આયોજન રાત્રે ૯ થી ૧ર દરમ્યાન શાકમાર્કેટ ચોક ગૃપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ રામધૂનમાં રામનામ કે હીરે મોતીની રામધૂનથી ખ્યાતિપ્રાપ્ત અશોકભાઈ ભાયાણી (દ્વારકાવાળ) રામધૂનનાં સૂર રેલાવશે. આ રામધૂનનો લાભ લેવા માટે શહેરની રામપ્રેમી જનતાને લાભ લેવા શાકમાર્કેટ ચોક ગૃપ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!