કોડીનાર તાલુકાનાં જાંત્રાખડી ગામે ૮ વર્ષીય માસુમ બાળાને પોતાની હવસનો શિકારી બનાવી દુષ્કર્મ ગુજારી ક્રુર હત્યા નિપજાવનાર આ નરાધમ સામે ચારેકોર ફિટકાર થઈ રહયો છે. ત્યારે આ બનાવને શખ્ત શબ્દોમાં વખોડતા જૂનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમનાં મહંત પૂ. ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું હતું કે, જે અમારા દશનામની દિકરી ઉપર દુષ્કર્મ થયું છે જેનાં માટે આખો ગોસ્વામી સમાજ તેમજ સાધુ સમાજ દુઃખી છે. આ બાબત અંગે ઘટનાનાં દિવસે જ સરકારમાં અમે રજુઆત કરી હતી ત્યારે સરકારે આ નરાધમ સામે કડક કાર્યવાહી હાથ ધરીશું અને આવા નરાધમો બીજીવાર આવુ કરતાં વિચારશે જે આ દિકરી સાથે કૃત્ય થયું છે તે બાબત અત્યંત દુઃખદ છે. અને પરીવાર ઉપર આભ તુટી પડયું છે ત્યારે આ દિકરીને ભગવાન સદગતી આપે અને પરીવારને દુઃખ સહન કરવાની ભગવાન શકિત આપે એવી પ્રાર્થના કરૂં છું. પૂ. ઈન્દ્રભારતી બાપુએ વધુમાં જણાવેલ કે આ બનાવ બન્યો ત્યારથી આ નરાધને વધુમાં વધુ દાખલારૂપ સજા મળે તે માટે પ્રયત્નો ચાલુ છે. દશનામ આખા ભારતમાં ગમે ત્યાં હશે એ દશનામનું દુઃખ નથી આ ઈન્દ્રભારતી બાપુનું દુઃખ છે. અને દરેક સમાજ આપણી સાથે છે અને આ નરાધમને વહેલી તકે ફાંસીનાં માચડે લટકાવવામાં આવે તેવી આકરી સજા કરવા પૂ. બાપુએ માંગણી કરી છે.