શ્રમ નિકેતન યોજના માટે ગુજરાતમાં થયા એમઓયુ, ૧૦૦૦થી વધુ શ્રમિકો રહી શકે તેવી હોસ્ટેલ બનાવાશે

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે રાજયની ઔદ્યોગિક વસાહતોમાં રોજગારી મેળવતા શ્રમયોગીઓ અને તેમના આશ્રિતો માટે એક અભિનવ પહેલ કરી છે. રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમ નિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જે ઔદ્યોગિક વસાહતોમાં ૧૫ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી ઔદ્યોગિક વસાહતોમાં શ્રમયોગીઓને રહેવા માટે આવા શ્રમ નિકેતન ઉભા કરવામાં આવશે. દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં મોટાપાયે કાર્યરત ઉદ્યોગોમાં રોજગારી માટે આવતા અન્ય રાજ્યોના શ્રમયોગીઓ સહિતના શ્રમયોગીઓને આવી શ્રમ નીકેતન હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. સાણંદ ખાતે ઔદ્યોગિક મજૂરો માટે પ્રથમ શ્રમ નિકેતન છાત્રાલય બનાવવામાં આવશે. આ માટે શુક્રવારના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની હાજરીમાં એક સ્ર્ેં ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હોસ્ટેલ રાજ્ય સરકારની શ્રમ નિકેતન યોજના હેઠળ બનાવવામાંઆવશે. આ યોજના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર આર્ટમેન્ટ હેઠળ આવે છે. આ સ્ર્ેં મુજબ સાત માળની ઇમારતમાં ૪,૧૩૮ ચોરસ મીટર વિસ્તારમાં શ્રમયોગી હોસ્ટેલ બનાવવામાં આવશે. તેમાં મલ્ટીપર્પઝ હોલ, ડાઇનિંગ હોલ હશે. તે રૂપિયા ૧૦ કરોડના ખર્ચે તૈયાર થશે. આ પ્રોજેક્ટ જાહેર – ખાનગી – ભાગીદારી મોડમાં ૨૮ મહિનામાં પૂર્ણ થશે. હોસ્ટેલમાં ૧,૦૦૦થી વધુ મજૂરોને સમાવવાની ક્ષમતા હશે. તેમાં ચાર, આઠ, બાર અને ચોવીસ વ્યક્તિઓ માટે સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી રૂમ હશે. આ સ્ર્ેં ઉપર શુક્રવારના રોજ સાણંદ ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ અજીત શાહ અને ગુજરાત સરકારના વેલ્ફેર કમિશ્નર દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર, મલ્ટીપરપઝ હોલ, ડાઇનીંગ હોલ જેવી અદ્યતન સુવિધા ધરાવતી આ હોસ્ટેલ શ્રમનિકેતન અંદાજે ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે ૨૮ મહિનામાં પૂર્ણ કરાશે. સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના સહયોગથી નિર્માણ થનારી આ હોસ્ટેલમાં અંદાજે ૧૦૦૦ ઉપરાંત શ્રમયોગીઓ રહિ શકે તેવી વ્યવસ્થા કરાશે. એટલું જ નહિ, સિંગલ ઓક્યુપન્સી, ડબલ ઓક્યુપન્સી તથા ૪, ૮, ૧૨ અને ૨૪ વ્યક્તિઓ રહિ શકે તેવા રૂમ બનાવાશે. આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડો. અંજુ શર્મા, લેબર કમિશ્નર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્યની સંવેદનશીલ ભાજપ સરકાર દ્વારા સંગઠિત ક્ષેત્ર સાથે જાેડાયેલા શ્રમિકોને કામના સ્થળની નજીકમાં જ રહેવા તેમજ જમવાની સુવિધાઓ મળી રહે તેવી ઉમદા લાગણી સાથે એક સુંદર યોજના જેનું નામ ‘શ્રમ નિકેતન’ છે તેની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના હેઠળ શુક્રવારના રોજ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને સાણંદ ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશન વચ્ચે ૧૦૦૦થી વધુ શ્રમિકો રહી શકે તેવી હોસ્ટેલ બનાવવા માટેના સ્ર્ેં ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

error: Content is protected !!