જૂનાગઢમાં સુપોષણ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર મિડીયા વિભાગ સંજય પંડ્યાની અખબારી યાદીમાં જણાવે છે કે, ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં પ્રમુખ પુનિતભાઈ શર્માનાં માર્ગદર્શન હેઠળ તા.૧૭-૬-ર૦રરનાં રોજ સુપોષણ અભિયાન અંતર્ગત ડોકટર સેલનાં કન્વિનર ડો. શૈલેષ બારમેડા તથા સુપોષણ અભિયાનનાં ઇન્ચાર્જ સુનિતાબેન સેવક અને સહ ઇન્ચાર્જ મનિષાબેન વૈશ્નાણી તથા સુપોષણ અભિયાન ટીમ દ્વારા ૧૫ મંડલોમાં કાર્યક્રમ આપવામાં આવ્યાં હતાં. આ તકે મહાનગર પ્રમુખ પુનિતભાઈ શર્મા એ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કુપોષિત બાળકો ન રહે તેવું સુચન કર્યું છે અને ગુજરાત રાજ્ય સરકાર સતત કુપોષિત બાળકોને સુપોષિત કરવાની દિશામાં કાર્યરત છે ત્યારે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં માર્ગદર્શન હેઠળ જૂનાગઢ મહાનગર ભાજપના કાર્યકરો દ્વારા અભિયાન વેગવંતુ કરવા પ્રયત્ન કરી મહાનગરનાં બાળકો સુપોષિત થાય તેવાં પ્રયત્નો કરી રહ્યા છે. આ કાર્યક્રમ હેઠળ ભુતકાળમાં મહાનગર ભાજપ દ્વારા કુપોષિત બાળકો માટે બાળઆહારની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રદેશ ભાજપા દ્વારા આજે પ્રોટીન આહાર સમગ્ર ગુજરાતમાં પહોંચાડવામાં આવ્યો છે ત્યારે જૂનાગઢ મહાનગરમાં પણ દરેક વોર્ડમાં ડોક્ટર દ્વારા દરેક બાળકોની તપાસ કરી જરૂરીયાતમંદ કુપોષિત બાળકોને પ્રોટીનનાં ડબાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક કુપોષિત બાળકો સુધી આ પ્રોટીનનો ડબો પહોંચે તે માટે મહાનગર સુપોષિત અભિયાનના કાર્યકરો પ્રયત્ન કરી રહ્યા છે. છેલ્લે પ્રમુખ પુનિતભાઈ શર્માએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની અથાક મહેનતથી મહાનગરમાં ઝડપથી કુપોષિત બાળકોની સંખ્યા ઘટશે તેવો વિશ્વાસ છે.

error: Content is protected !!