ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળ આજે સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત ગુજરાતમાં પણ સંખ્યાબંધ કાર્યક્રમો આજે યોગને અનુલક્ષીને યોજાઈ રહયા છે. જૂનાગઢ શહેરમાં પણ આજે જીલ્લા વહીવટી તંત્ર, કોર્પોરેશન, સામાજીક સંસ્થાઓ, શાળા-કોલેજાેમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ભારતની આધ્યાત્મિક વિરાસતના હિસ્સા એવા યોગના ૮માં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં સહભાગી થવા બદલ અને લોકોને પોતાના રોજીંદા જીવનમાં નિયમિતપણે યોગને અપનાવવા માટે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને કલેક્ટર રચિત રાજે અનુરોધ કર્યો હતો.
કલેક્ટરએ જણાવ્યું કે, જિલ્લામાં મોટા ફલક ઉપર માનવતા માટે યોગાની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલ છે. સમગ્ર જિલ્લામાં ૧૮૦૦થી વધુ સ્થળોએ યોગ અભ્યાસુઓ દ્વારા યોગા કરવામાં આવેલ જેમાં જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં અને શહેરનો બીએપીએસ શ્રી સ્વામિનાયણ મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લાના ૬ ઐતિહાસિક સ્થોળએ યોગા કરવામાં આવેલ. આ સ્થળોમાં ઉપરકોટ, દામોદરકુંડ, ગિરનાર પર્વત સ્થિત અંબાજી મંદિર, ખાપરા કોડિયા ગુફા, સાસણ ગીર અને દેવળીયા પાર્ક ખાતે વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને યોગા કરવામાં આવેલ. જિલ્લા કલક્ટરની એક નવી પહેલરૂપે સ્પેશ્યલી એબલ્ડ એટલે કે, દિવ્યાંગ લોકોને પણ યોગા કાર્યક્રમમાં જાેડવામાં આવેલ હતા.
કલેક્ટરે ઉમેર્યું કે, જિલ્લાના ૯ તાલુકા, ૭ નગરપાલિકા, ૨૮૭ આરોગ્ય કેન્દ્ર, ૧૨૭૮ શૈક્ષણિક સંસ્થાઓ, જૂનાગઢ શહેરના ૧૫ વોર્ડ, ૧૯ પોલીસ સ્ટેશન, પોલીસ હેડક્વાર્ટર અને જિલ્લા જેલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો વહેલી સવારે ૬ કલાકે પ્રારંભ થયેલ જેમાં વર્ચ્યુઅલી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ સંબોધિત કરેલ.
આધ્યામિક, ક્વોન્ટમ, મેન્ટલી, સોશિયલી અને ઈમોશનલી હેલ્થ માટે યોગા જરૂરી હોવાનુ જણાવતા કલેક્ટરે કહ્યુ કે, યોગ લોકોના જીવનમાં સંતુલન લાવે છે, સાથે જ તનાવ અને સેંકડો બિમારીઓથી દૂર રાખે છે. વિશ્વ યોગ દિવસના માધ્યમથી લોકો આત્મિક જાેડાણ કેળવી એક હકાત્મક ઊર્જા સાથે મનાવતાનુ કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા ભારપૂર્વક જણાવ્યું હતું. આ સાથે તેમણે આજે દૂનિયાભરના લોકો એલોપેથી સારવારના શરીર ઉપર થતા દુષ્પ્રભાવના કારણે ભારતની પુરાતન ચિકિત્સા પદ્ધતિ અને આયુર્વેદ તરફ વળી રહ્યાનુ ઉમેર્યું હતું.