ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

0

જૂનાગઢ ખાતે ડો.હરીભાઈ ગોધાણી કેમ્પસમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ઉત્સાહ પૂર્વક થઈ જેમાં સંસ્થાના આશરે ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફગણ અને મહાનગરપાલિકાનો સ્ટાફ ઉપસ્થિતિ રહ્યા હતા. ભારતને વિશ્વગુરૂ બનવવા યોગની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. જાે દેશનો દરેક નાગરીક સ્વસ્થ ગથશે તો રાષ્ટ્ર સ્વસ્થ થશે. સંપૂર્ણ સ્વસ્થ રાષ્ટ્રના સથવારે ભારત વિશ્વગુરૂ બનવા તરફ પ્રયાણ કરી શકે. શરીર-મન અને આત્માને અનેરી ઉર્જાથી સભર બનાવનાર આ અદભુત અવસરે સંસ્થાના ચેરમેન-મેનેજીંગ ટ્રસ્ટી જે.કે. ઠેસિયા, ટ્રસ્ટી ચુનીભાઈ રાખોલીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સફળ સંચાલન જયશ્રીબેન રંગોલીયા અને પારૂલબેન હપાણી દ્વારા થયું હતું.

error: Content is protected !!