જૂનાગઢની સરસ્વતી સ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી

0

જૂનાગઢની સરસ્વતી સ્કુલના સંચાલકો પ્રદિપભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, રઘુભાઈ ખીમાણી અને ગોપીબેન ખીમાણીના માર્ગદર્શન હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્કુલના ૧૮૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત સરસ્વતી સ્કુલમાં ‘યોગ ભગાવે રોગ’ વિષય ઉપર સેમિનાર તથા વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ હતું તથા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ રોજ યોગ કરશે અને પોતાનું સ્વાસ્થ્ય સારૂં રખાશે.

error: Content is protected !!