ડો.સુભાષ યુનિવર્સિટી જૂનાગઢ ખાતે તા.ર૧ જુનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢના પ્રખ્યાત યોગ શિક્ષક કમલેકુમાર પારકરાએ યોગની તાલીમ આપી હતી. આ યોગ શિબિરમાં પ૦૦થી વિદ્યાર્થીઓ અને ર૦૦ જેટલા કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓના બહોળા પ્રતિસાદને કારણે યોગા શિબિર બે સેસનમાં કરવી પડી હતી. આ કાર્ય માટે સંસ્થાના પ્રમુખ જવાહરભાઈ ચાવડાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.