જેસીઆઈ જૂનાગઢ દ્વારા ભવ્ય એકઝીબીશન અને રાહત દરે ફુલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન બે દિવસ માટે શિવમ પાર્ટીપ્લોટ, શ્રીનાથનગર, જૂનાગઢ ખાતે કરવામાં આવેલ હતું. જેમાં મેયર ગીતાબેન પરમાર, ખોડલધામ જૂનાગઢ જીલ્લા મહિલાના કન્વીનર નયનાબેન વઘાસીયા, શ્યામ મહિલા મંડળના પ્રમુખ મીનાબેન ગોહેલ, સેક્રેટરી અરૂણાબેન ભાલીયા, જેસીઆઈ જૂનાગઢ પ્રમુખ ચેતન સાવલીયા, ભરતભાઈ ભાલીયા, જેસીઆઈ જૂનાગઢ મહિલા સીટીના પ્રમુખ ચેતન સાવલીયા, ભરતભાઈ ભાલીયા, જેસીઆઈ જૂનાગઢ મહિલા સીટીના પ્રમુખ જીજ્ઞા લોઢીયા, સેક્રેટરી સંગીતા સાવલીયા, જાગૃતિ પરમાર, ડો.પૂજા ટાંક (કોયાણી), જયશ્રી વેકરીયા, કાજલ ચાવડા, મીનાબેન રામાણી, સેજલબેન ટાંક, પ્રવિણાબેન વાઘેલા વગેરે ઉપસ્થિત રહયા હતા. આ આયોજનને સફળ બનાવવા અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલીયા, વિરલ કડેચેાના માર્ગદર્શન હેઠળ ચેતન સાવલીયા, પાર્થ પરમાર, જયદીપ ધોળકીયા, ચિરાગ ગડેચા, ડો.વિમલ ગજેરા, ડો.શ્યામ માકડીયા, ગોપાલ હીન્ડોચા, વિજય ચાવડા, કેતન ચોલેરા, રાજેશ પુરોહીત, જયેશ કણસાગરા, પરેશ મારૂ, જગદીશ મદનાણી, જયેશ ધોળકીયા, નિકુંજ ધોળકીયા, નિમેષ ગોસ્વામી વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ બે દિવસના આયોજન દરમ્યાન બહોળી સંખ્યામાં લોકોએ આ એકઝીબીશનનો તથા રાહત દરના ફુલસ્કેપ ચોપડા વિતરણનો લાભ લીધો હતો. તેમજ અન્ય સ્ટોલ ધારકોની સાથે આશાદીપ ચેરીટેબેલ ફાઉન્ડેશન જૂનાગઢના ૧૮ વર્ષથી ઉપરના માનસિક દિવ્યાંગ બાળકો દ્વારા તેમના હાથે બનેલી વસ્તુઓની ખરીદી કરી તેમને પ્રોત્સાહીત કરવાનો મોકો પણ ઘણા લોકોને મળ્યો હતો. જેસીઆઈ જૂનાગઢ દ્વારા તા.ર૩-૬-રર ગુરૂવારના રોજ સવારે ૯ થી રાત્રે ૯ કલાક સુધી આઝાદ ચોક, જૂનાગઢ ખાતે રાહતદરે ફુલસ્કેપ ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે જેનો જૂનાગઢ તથા આજુબાજુના વિસ્તારના લોકોએ બહોળા પ્રમાણમાં લાભ લેવા જેસીઆઈ જૂનાગઢના પ્રમુખ ચેતન સાવલીયા દ્વારા જણાવવામાં આવ્યું છે.