દ્વારકા પંથકમાં રૂપિયા બાવન કરોડના ખર્ચે રસ્તો પહોળો બનાવાશે

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મકાન અને માર્ગ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા બાવન કરોડના ખર્ચે નવો પહોળો રોડ બનાવવાનું મંજુર કરાયું છે. રાજ્યના મ. અને મા. વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ બાબતની જાણકારી દ્વારકા જિલ્લા ભાજપના પ્રમુખ ખીમભાઈ જાેગલને આપતા જણાવ્યું હતું કે, રાણથી ચરકલા થઈ સુરજકરાડી જતો રસ્તો ચરકલાથી શામળાસર થઈ સુરજકરાડી ૩૧.૭ કિ.મી. લાંબો રસ્તો હાલ ૫.૫૦ મીટર પહોળો છે. તે રૂા.૫૨.૭ કરોડના ખર્ચે ૧૦ મીટરનો પહોળો બનાવવાનું સૈદ્ધાંતિક મંજુર કરાયું છે. આ અંગેની કાર્યવાહી કરવા માટે પીડબલ્યુડી તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

error: Content is protected !!