વર્ષ ર૦૧૮માં પાકિસ્તાન મરીન સીકયોરીટી દ્વારા ભારતીય જળ સીમામાંથી પકડાયેલ ર૦ ભારતીય માછીમારોને પાકિસ્તાને જેલ મુકત કરતા તેઓ વાઘા સરહદે આવી પહોંચ્યા હતા. જયાં તેમને ભારત સીકયોરીટી એજન્સી તથા ગુજરાત ફીસરીઝ વિભાગે સંભાળ્યા હતા. જે આજે રાત સુધીમાં બરોડા પહોંચશે અને આવતીકાલ તા.ર૩ જુનનાં રોજ સવારે ૧૧ વાગ્યાનાં અરસામાં વેરાવળ ફીસરીઝ કચેરીએ પહોંચશે. જયાં તેમનાં સગાવ્હાલાઓને સુપ્રત કરાશે.