દ્વારકાધીશજી મંદિરને પાંચ મહિનામાં રૂા.૬ કરોડની આવક

0

સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાના જગપ્રસિદ્ધ દ્વારકાધીશજી મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૨થી મે ૨૦૨૨ના પાંચ મહિનામાં રૂા.છ કરોડની આવક થઈ હોવાનું જાણવા મળે છે. કોરોના કાળ પછી દ્વારકા યાત્રાધામમાં પ્રવાસન ક્ષેત્રે મોટો વેગ મળ્યો છે. દ્વારકાના વેપાર-ધંધા-હોટલ, ટ્રાવેલ્સ ધંધા, પૂજારી વગેરેને સારો આર્થિક ફાયદો થયો છે. છેલ્લા પાંચ-છ મહિના દરમ્યાન દ્વારકાધીશના મનોરથો, વિવિધ ભોગ દર્શનમાં ભારે વધારો થયો હોવાથી દેવસ્થાન સમિતિની આવક પણ વધી છે.

error: Content is protected !!