જૂનાગઢમાં વેપારીનાં ખાતામાંથી રૂા.૩૦,પ૩ર ગઠીયાએ ઉપાડી લીધા

0

જૂનાગઢ શહેરમાં એક વેપારીનાં બેંક ખાતામાંથી રૂા.૩૦,પ૩રની રકમ કોઈ ગઠીયાએ ઉપાડી લીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ છે. આ બનાવ અગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં ઢાલરોડ ઉપર ઈરાની સમોસાની દુકાન ધરાવતા મહંમદ અસરફભાઈ કુશિર્દભાઈ શેખ બસસ્ટેશન પાસે આવેલ એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલ તે દરમ્યાન કોઈ અજાણ્યા ઈસમે એટીએમ કાર્ડ ચોરી લઈ અને તેમાંથી આશરે ર૦ મીનીટ બાદ તેમના મોબાઈલમાં એક મેસેજ આવેલ જેમાં રૂા.૧ર,૯૯પ ઉપાડયાનું જાણ થયેલ ત્યારબાદ ફરી પાછો એક મેસેજ આવેલ જેમાં રૂા.૧પ૩૭ ઉપડી ગયાનો મેસેજ હતો. ત્યારબાદ રૂા. ૧૦,૦૦૦ તેમજ ત્યારબાદ રૂા.૬૦૦૦ ઉપડી ગયાના મેસેજ ફરીયાદી મહંમદ અશરફભાઈનાં મોબાઈલ ઉપર આવ્યા હતા આમ કોઈ અજાણ્યા શખ્સે તેઓનાં ખાતામાંથી ક્રમશઃ રૂા.૩૦,પ૩રની રકમની ઉઠાંતરી કરી ગયાની અને વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ કલમ ૩૭૯, ૪૦૬, ૪ર૦ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ આર.એસ. બાંટવા ચલાવી રહયા છે.

error: Content is protected !!