ગુજરાતની પોલીસની સંનિષ્ઠ કામગીરીની કદર કરવી જાેઈએ અને સાથે પોલીસ બેડામાં ઘણા બદલાવ કરવાની તાતી જરૂરિયાત છે

0

ગુજરાતનું પોલીસ દળ અનેક સમસ્યાઓથી પીડીત છે. પગારથી લઈ અનેક મુશ્કેલીઓનો સામાનો કરી રહી છે ત્યારે ગુજરાત પોલીસ પાસે વધુ સારી અને કાબેલીયત પૂર્વકની કામગીરી જાે લેવી હોય તો પોલીસ કર્મચારીઓનાં પ્રશ્નોને હવેલી તકે ઉકેલવા પડશે અને ગુજરાત પોલીસ દળમાં કેટલાક બદલાવની જરૂર છે. ગુજરાતની પોલીસની કાબેલીયત, હોશીયારી તેમજ ગુનાઓ ઉકેલવાની સઘન કામગીરીની એક તરફ સરાહના પણ થઈ રહી છે તો બીજી તરફ ગુજરાત પોલીસનાં જવાનની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠાવા પામેલ છે. એટલું જ નહી પોલીસની કામગીરીની સમીક્ષા કરતી વખતે સામાન્ય રીતે લોકોમાંથી એવી ફરિયાદો ઉઠે છે કે, પોલીસ તંત્રમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ગંગોત્રી વહે છે. એનકેન પ્રકારે પોલીસની સારી કામગીરી હોવા છતાં પણ ઘણીવાર નિષ્ઠાવાન પોલીસ અધિકારી કે નિષ્ઠાવાન કર્મીચારી સામે આંગળી ચિંધામળા થાય છે અને તેમની સામે મોટા કેસ પણ થતા હોય છે. લોકમાનસમાં ગુજરાત પોલીસની છાપ ખરડાયેલી છે અને વર્ષોનાં વહાણા વહી ગયા છે લોકમાનસમાં કંઈ ફેર પડયો નથી. પાછલા વર્ષોમાં ધ્યાન દેશો તો ગુજરાતની પોલીસનું કૌવત તેનું હીર અને કિસ્સામાં બહાર આવેલું છે. આજે ગુજરાતનાં મોટાભાગનાં શહેરોમાં પોલીસ તંત્ર પ્રજાની પડખે રહે છે એટલું જ નહી પોલીસ પ્રજાનાં મિત્ર છે તેનું સૂત્ર પણ સાર્થક કરી રહેલ છે. આમ છતાં પણ એક બાબત ઉપર ધ્યાન દેવાની જરૂર છે કે, ગુજરાત પોલીસમાં ઘણા બદલાવની જરૂર છે અને તે હકિકત છે. અમદાવાદનાં એક સરકારી કાર્યક્રમમાં ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોલીસ અંગે કરેલી કેટલીક ટિપ્પણીઓ કાને ધરવા જેવી છે. આવી ટિપ્પણીઓ સત્તાપક્ષ દ્વારા થાય એ પણ આવકાર્ય છે. આ ટિપ્પણીઓને ગંભીરતાથી લેવી જાેઈએ, કારણ કે, ગુજરાત પોલીસમાં કેટલાક બદલાવ જરૂરી છે. પાટીલે કહ્યું કે, પોલીસની નોકરી આઠ કલાકથી પણ વધુ હોય છે. એમને રહેવા માટે સરકારી આવાસ કાયમી ધોરણે મળતા નથી. પોલીસની ફિટનેસ અંગે પણ એમણે કોમેન્ટ કરી. સોૈથી મહત્વની વાત એ કરી કે, લોકો એમ માને છે કે, પોલીસ સોૈથી ભ્રષ્ટ છે પણ એવું નથી. સોૈથી વધુ સમસ્યા મહેસૂલ વિભાગમાં છે. પોલીસમાં ભ્રષ્ટાચાર નથી એવું તો હું ના કહી શકું. કદાચ કોઈ પક્ષનાં પ્રમુખે આવી વાત જાહેરમાં કરી હોય એવું સાંભળ્યું નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે હિંમત કરી છે અને પોલીસમાં શું સ્થિતિ છે એ સારી રીતે જાણે છે કારણ કે, એમણે એક સમયે આ વિભાગમાં નોકરી પણ કરી હતી અને એમણે આ ટિપ્પણી કરી ત્યારે કાર્યક્રમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી અને ઘણા બધા પોલીસ અધિકારીઓ પણ હાજર હતા. સવાલ એ છે કે, ગુજરાત પોલીસમાં કેટલી ખૂબીઓ અને ખામીઓ છે. અનેક યાદી લાંબી બની શકે છે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે, એક તો સેટ અપ મુજબ જગ્યાઓ ભરાતી નથી અને ઉચ્ચ અધિકારી પદે ગુજરાતીઓની સંખ્યા ઓછી છે. ચાર વર્ષ પહેલા ગુજરાત પોલીસમાં રપ,૦૦૦ જગ્યા ખાલી હતી પણ તાજેતરમાં ૧,૧૦,૦૦૦ પદોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ પણ હજુય મહત્વની ઘણી બધી જગ્યાઓ ખાલી છે. ખાસ કરીને મહાનગરોમાં પોલીસ સ્ટાફ ઓછો છે. વસ્તી જેટલી વધી છે એ મુજબ પોલીસની સંખ્યા વધી નથી. પોલીસની કામગીરીનાં કોઈ કલાકો નક્કી થતા નથી, રાજકીય મેળાવડો, ચૂંટણી, તહેવારોની ઉજવણી, અતીવૃષ્ટી, કોમીતોફાનો કે દુરર્ઘટના, અકસ્માત તેમજ દારૂ, જુગાર, સટ્ટોનાં ગુનાઓ, અસામાજીક પ્રવૃતિ, અસમાજીક તત્વો સામે કાર્યવાહી કરતી વખતે પણ ઘણી વખત પ્રેશર થતું હોય છે. પોલીસનાં નાનામાં નાના કર્મચારીઓથી લઈ મોટા અધિકારીઓ સુધીનાઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતીમાં કામ કરનારા પોલીસ કર્મચારી અને અધિકારીઓને પુરતુ પ્રોટેકશન આપવાની જરૂર છે. વિશેષમાં પોલીસ કર્મચારીઓ દ્વારા પગાર સહિત ર૩ મુદ્દાઓ ઉપર આંદોલન કરાયું હતું. આજે કોઈ કોન્સ્ટેબલ હોય તો તેનો પગાર ર૦ હજારથી પણ ઓછો હોય છે અને પાંચ વર્ષ સુધી આ પગાર રહે છે. કેટલાક ભથ્થા મળે છે પણ તે ખૂબ જ ઓછા હોય છે અને ઓછા પગારથી જ ભ્રષ્ટાચાર થતો હોય છે અને ભ્રષ્ટાચારનો જન્મ થતો હોય છે. આવી સ્થિતિ ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીની છે. ગુજરાત પોલીસમાં ગ્રેડ પે નથી અને શા માટે નહીં ? એનો જવાબ મળતો નથી. ઉચ્ચ પોલીસ અધિકારીઓને ત્યાં સ્ટાફ વધુ હોય છે. એના ઓર્ડરલી હોય છે. એમનાં ઘરે બે-ચાર કર્મચારી રહે છે. એની શી જરૂર છે? આ મુદે ફેરવિચારણા થવી જાેઈએ અને આ સ્ટાફનો અન્યત્ર ઉપયોગ થવો જાેઅઈે જેથી સ્ટાફની કમી ઓછી થઈ શકે. એક સમસ્યા રાજકીય દબાણની છે અને એમાંથી પણ ભ્રષ્ટાચાર જન્મે છે. બદલીઓ અંગે પણ નિયમોની અવગણના થાય છે. પોલીસમાં ભ્રષ્ટાચારની પણ સમસ્યા છે અને સાથે પોલીસનો પ્રજા સાથેનો વ્યવહાર પણ એક સમસ્યા છે. આ મુદે કોઈક નીતિ હોવી જરૂરી છે. પોલીસ જલ્દી ફરીયાદ લેતી નથી અને ફરીયાદી સાથે એમની વર્તણુંક સારી નથી હોતી અને એટલે જ આમ આદમી પોલીસ સ્ટેશને જતા ડરે છે. આવા બધા મુદે વિચારણાઓ થવી જાેઈએ. થશે ખરી ? પાટીલની વાત સરકારને કાને ધરાશે ખરી ? ગુજરાતમાં પોલીસ કમિશન તેમજ ગુજરાત પોલીસ પંચ નિમિને ભ્રષ્ટાચારોની તપાસ ગેરરીતિઓ ઉપર અંકુશ મુકી શકાય છે.

error: Content is protected !!