શ્રેષ્ઠને છોડવું એ ત્યાગ છે નિમ્નને છોડવું એ ત્યાગ નથી : મોરારીબાપુ

0

મોરારી બાપુએ જણાવ્યું કે, શંકરાચાર્યના મતે યોગ શું છે. અપરીગ્રહ વાક્‌ નિરોધ વાણીનો નિરોધ યોગ છે. કોઈની આશા ન કરવી એ પણ યોગનું રૂપ છે. મોરારી બાપુએ પૂછ્યું રજ સૂકી હોય કે ભીની ? રજ સૂકી હોય છે અને એ મેળવનાર સુખી હોય છે ! રજનું અંજન થઈ શકે છે ? પરસત પદ પાવન સોક નસાવન પ્રગટ ભઇ તપપુંજ સહિ. અહલ્યાના આ પાવન પ્રસંગમાં રજનું મહત્વ દેખાય છે. શંકરાચાર્યજી કહે છે ગીતાનું ગાયન કરો અને સહસ્ત્રનામનો પાઠ કરો. અહીં એક જ નામનું વારંવાર રટણ પણ જાણે સહસ્ત્રનામ છે. ધયેયં શ્રીપતિરૂપં… શ્રીપતિ રૂપનું ધ્યાન ધરો. એટલે કે શ્રીપતિ-વિષ્ણુનાં રૂપનું ધ્યાન કરો એનો અર્થ એ છે કે સંકીર્ણતા નહીં પણ વિશાળતાનું ધ્યાન કરો. વ્યાસનો અર્થ પણ વિશાળ છે અને તમારી બુદ્ધિ અને ચિત્તને કોઈ સજ્જનની પાસે લઈ જાઓ. તમારી પાસે કોઇ વિત્ત છે તો એ ગરીબોમાં વહેંચી દો. બ્રહ્મસૂત્ર ઉપનિષદ આદિ ત્રણ ગ્રંથોનું અધ્યયન કરે એને જ આચાર્ય પદ મળે છે. શાંકરભાષ્ય, ગીતાભાષ્ય, ઉપનિષદ એ જ રીતે બ્રહ્મસૂત્રનું અવલોકન કરતા વ્યાસજી ખૂબ જ ક્લિષ્ટ દેખાય છે. જાણે કે અક્ષર થોડા અર્થ ઘણા છે. મોરારી બાપુએ કહ્યું કે, આમ તો બધી જ સંખ્યા ઉત્તમ છે. તો પણ ૯નો અંક પૂર્ણ છે અને શૂન્ય છે, રિક્ત-ખાલી પણ છે. મંગલાચરણમાં નવની વંદના કરી છે. રામચરિતમાનસમાં અષ્ટક પણ ઘણા છે, સપ્તત પણ છે અને પંચક પણ ઘણા છે. મંગલાચરણના સાત શ્લોકમાં એક-એક શ્લોક એક-એક સોપાનનું પ્રતિનિધિત્વ કરે છે એવું કહેવાય છે. પરંતુ આ સાત શ્લોકમાં નવની વંદના કરી છે. પ્રથમ શ્લોકમાં વાણી અને વિનાયકની, બીજા શ્લોકમાં ભવાની અને શંકરની, ત્રીજા શ્લોકમાં બોધમયી ગુરૂ શિવની, ચોથા શ્લોકમાં કવિશ્વર વાલ્મીકિ અને કપીશ્વર હનુમાનની, એ પછી માત્ર સીતાજી વંદના અને સાતમાં શ્લોકમાં રામની વંદના આ રીતે ૯ની વંદના થયેલી છે. રામચરિત માનસમાં ગોસ્વામીજીને દ્રઢતા પૂર્વક સિદ્ધ કરવું હોય તો એણે નવની સંખ્યામાં રાખે છે. પરશુરામજીની સ્તુતિમાં નવ વખત જય જય શબ્દ આવે છે. મોરારી બાપુએ કહ્યું કે, જે રીતે સ્વેદજ, અંડજ જીવ એ જ રીતે પ્રકાશથી જન્મેલા આપણે બધા જંતુઓ પ્રકાશ સૂર્યના વંશજ કહેવાઇએ. સુમંત રામને વનમાં છોડી અને પાછા જાય છે ત્યારે નવ પ્રકારે અફસોસ બતાવે છે. તો અહીં ગ્રંથો, સંતો, ગુરૂકૃપા, અનુભૂતિ આ બધાને અંતે વ્યાસજીમાં નવ પ્રકારના વિરાગની વાત દેખાય છે. આમ તો વ્યાસપુત્ર શુકદેવજીનો વૈરાગ શ્રેષ્ઠ. શુક પરમહંસના પણ પરમહંસ છે. શુકદેવજી જન્મની સાથે પોતાની નાભિની ઓરને ગળામાં લઈ અને નીકળી ગયેલા. શુકદેવ આમ્રફળ છે. એક ફળમાં જાે આટલો વૈરાગ હોય તો જે શાખામાંથી એ ફળ આવ્યું છે તે વ્યાસનો વૈરાગ કેવો હશે ! વ્યાસ લાગે છે સંસારી પણ ફળનું દર્શન કરવાથી થાય કે કેટલા વિરાગી હશે. બુદ્ધિ તર્ક પણ કરે છે જ્યારે વ્યાસ શુકદેવજીને શોધવા માટે નીકળે છે ત્યારે મમતા દેખાય છે.
જાેગ ભોગ મમહ રાખઇ ગોઇ… વ્યાસના સંસારની પાછળ વૈરાગ્ય છે. વ્યાસનો વિરાગ વિશેષ પ્રકારનો રાગ છે. વિશેષ લગાવ છે. મહાભારત સુધી વ્યાસ કદાચ રૂખા-સૂખા હતા કારણ કે મહાભારત પહેલા જય સંહિતા નામથી ઓળખાતું. એ પછી શ્રીમદભાગવત કથામાં કૃષ્ણ રસ વહે છે અને એમાં પણ દશમસ્કંધ વ્યાસજીમાં વિગતરાગ દેખાય છે. સમસ્ત રાગોથી મુક્ત થવું એ વિગત રાગ છે. શબ્દાતિત, ગુણાતિત અને ઈન્દ્રિયાતિત સ્થિતિ તે વિગતરાગ છે. એક તણખલાની જેમ બધું જ છુટી જાય છે. મોરારી બાપુએ કહ્યું કે, શ્રેષ્ઠને છોડવું એ ત્યાગ છે નિમ્નને છોડવું એ ત્યાગ નથી. સત્યને વિશ્વ મંગળ માટે ત્યાગ કરવો એ પરમ વૈરાગ છે. વિશ્વ શાંતિ માટે પોતાની શાંતિનો ત્યાગ કરે છે એ પણ વ્યાસ વૈરાગ છે. વસ્ત્રોનો ત્યાગ, કોઈના માટે શરીરનો ત્યાગ વ્યાસ કહે છે વૃત્તિનો ત્યાગ વૈરાગ છે. પ્રેમ માર્ગમાં પ્રિયજનના વિરહમાં પોતાના પ્રાણનો ત્યાગ એ પણ વૈરાગ છે. જે રીતે દશરથ રામના વિયોગમાં પ્રાણનો ત્યાગ કરે છે.

error: Content is protected !!