જૂનાગઢમાં હળવા ઝાપટાં, જાેરદાર વરસાદની રાહ

0

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયુ છે. જૂનાગઢ સહિત સોરઠમાં ભીમ અગિયારસે મેઘરાજાએ શુકનવંતી પધરામણી કર્યા બાદ કયાંક જાેરદાર તો કયાંક ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસાવ્યા બાદ વિરામ લઈ લીધો હતો. છેલ્લાં ત્રણેક દિવસથી તો વાતાવરણમાં ભારે બફારો અને ઉકળાટનું સામ્રાજય છવાયું હતું. દરમ્યાન આજે સવારે જૂનાગઢ શહેરમાં હળવંુ વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. હવે લોકો ધોધમાર વરસાદની રાહ જાેઈ રહયા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. વલસાડ, ઉમરપાડા અને અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ જાેવા મળ્યાં છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલ ૨૪ અને ૨૫ જૂને અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં સુરત, વલસાડ, નવસારી માટે આગાહી કરાઈ છે. તાપી અને ડાંગમાં અતિભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં અમદાવાદમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. જેમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ થઈ શકે છે.
ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા અને કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. ગઈકાલે બપોર બાદ ગીરગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે, જ્યારે ગરમીના ઉકળાટ વચ્ચે સાંજના સમયે કોડીનારના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો છે. કોડીનાર જિલ્લાના ગીર દેવળી, સિંધાજ, વડનગર, દેવલપુર, છાછર અને ઘાંટવડમાં વરસાદ થયો છે. જેને લઇ ખેડૂતોમાં ખુશી પ્રસરી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. જાેકે, સામાન્ય રીતે ગણતરી મુજબ અત્યાર સુધીમાં ૩ ઈંચ વરસાદ થવો જાેઈએ.

error: Content is protected !!