ભલગામ આંગણવાડી અને પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ યોજાયા

0

જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પંચાયત જૂનાગઢના સંયુકત ઉપક્રમે આઈ.સી.ડી.એસ ઘટક જૂનાગઢ-૨ દ્વારા ભલગામ આંગણવાડી તથા પ્રાથમિક શાળા ખાતે આંગણવાડી પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ ત્થા શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામા આવ્યું હતું. ૧૨ બાળકોને પ્રવેશ અપાયો હતો. આ કાર્યક્રમમાં સચિવાલય, ગાંધીનગરના વૈધાનિક અને સંસદીય બાબતોના કુ.યુ.ડી. સુતરીયા, તથા જૂનાગઢ ઘટક-૨ નાં સંકલિત બાળ વિકાસ અધિકારી, ગુણવંતીબેન પરમાર, શાળા પ્રિન્સીપાલ તથા ગામનાં સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ૩ વર્ષના બાળકોને કુ.યુ.ડી. સુતરીયા તથા ગુણવંતીબેન પરમાર દ્વારા પા પા પગલીની કીટ આપી આંગણવાડી પ્રવેશ કરાવવામાં આવેલ હતો તથા એમ.એમ.વાય યોજનાનાં આઇ.સી.ડી.એસ.નાં લાભાર્થી બહેનોને ચણા, તુવેરદાળ તથા સીંગતેલની કીટ આપવામાં આવેલ હતી. શાળાના બાળકોને પુસ્તકો આપીને કુ.યુ.ડી. સુતરીયા, ગુણવંતીબેન પરમાર, શાળા પ્રિન્સીપાલ, સરપંચ તથા શિક્ષકો દ્વારા ધોરણ-૧માં શાળા પ્રવેશ કરાવવામાં આવેલ હતો. “આંગણવાડી પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ” પ્રસંગે કુ.યુ.ડી. સુતરીયા, ગુણવંતીબેન પરમાર તથા શાળા પ્રિન્સીપાલ દ્વારા બાળકોને જીવનમાં ઉતરોતર પ્રગતી કરી સફળતાના શિખરો હાંસલ કરવા પ્રોત્સાહિત કરતા માહિતી સભર પ્રવચન આપવામાં આવેલ હતા. પ્રવેશોત્સવ પ્રસંગે મહાનુભાવો ધ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતુ.
કાર્યર્ક્મમાં મુખ્યસેવિકા બહેનો, આંગણવાડી વર્કર બહેનો, આશાવર્કર બહેનો, સખી મંડળની બહેનો, શાળાના સ્ટાફગણ તથા ગ્રામજનો હાજર રહેલ હતા.

error: Content is protected !!