આંબેડકરનગર, લીરબાઇનગર પ્રાથમિક શાળા અને પ્રાયોગિક પે. સેન્ટર શાળામાં ધો – ૧માં ભૂલકાઓને આવકારાયા

0

જિલ્લા કલેકટર રચિત રાજની પ્રેરક ઉપસ્થિતિમાં ૮૮ ભૂલકાઓને જૂનાગઢ શહેરની આંબેડકરનગર તથા લીરબાઈનગર પ્રાથમિક શાળા અને પ્રાયોગિક પે.સેન્ટર શાળામાં પ્રવેશપાત્ર નાના ભૂલકાઓનો શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો હતો. આ સાથે આંગણવાડીમાં નાના ભૂલકાઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ તકે કલેક્ટરે આ શાળાઓમાંથી ઓછામાં ઓછા ૧૦ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં આઈ.એ.એસ. બને તેવી કાળજી લેવા શિક્ષકોને માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે નાના ભૂલકાઓને સ્કુલ બેગ આપવાની સાથે શૈક્ષણિક કાર્ય માટેના પુસ્તકો-સાધનોનું વિતરણ કર્યુ હતું. કલેકટરે ધોરણ -૧માં પ્રવેશનાર આ નાના બાળકોને વ્હાલથી આવકાર્યા હતા અને અભ્યાસમાં શ્રેષ્ઠતા હાંસલ કરી આગળ વધવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. આ પ્રસંગે કલેક્ટરે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રવેશોત્સવમાં આસિસ્ટન્ટ કલેકટર હનુલ ચૌધરી, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, આચાર્ય, શિક્ષક ગણ અને નાના બાળકોના વાલીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!