માર્ક ઝકરબર્ગે ફેસબુક અને ઈન્સ્ટગ્રામ સર્જકો માટે સારા સમાચાર આપ્યા છે. ફેસબુકનાં સીઈઓએ કહ્યું છે કે, કંપની વર્ષ ર૦ર૪ સુધી ફેસબુક અને ઈન્સ્ટગ્રામ ક્રિએટર્સ પાસેથી કોઈપણ પ્રકારની આવક નહી લે. ઝકરબર્ગે એક પોસ્ટમાં તેનાં વિષે લખ્યું છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેઓ આ પ્લેટફોર્મનાં નિર્માતાઓ પાસેથી કોઈપણ પ્રકારની આવક લેશે નહી. આમાં પેઈડ ઓનલાઈન ઈવેન્ટસ, સબ્સ્કિ્રપ્શન, બેજ અને બુલેટિનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેણે સર્જકોને બંને સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પૈસા કમાવવાની નવી રીત વિષે પણ જણાવ્યું છે. માર્ક ઝકરબર્ગે કહ્યું છે કે, ફેસબુક અને ઈન્સ્ટગ્રામ માટે નવા ફીચર્સ બહાર પાડવામાં આવશે, જે કન્ટેન્ટ સર્જકોને વધુ પૈસા કમાવવામાં મદદ કરશે. એવું માનવામાં આવે છે કે, ટીકટોકની સતત સ્પર્ધાને કારણે કંપની આ ફીચર્સ બહાર પાડી રહી છે. કંપનીએ કન્ટેન્ટ સર્જકો માટે પાંચ નવી સુવિધાઓની જાહેરાત કરી છે. અહી અમે તેમનાં વિષે વિગતવાર જણાવી રહ્યા છીએ.
આ રહી કમાણીની સ્કીમ્સ
• ફેસબૂક સ્ટાર્સ ઃ કંપની લાયક સર્જકોને સ્ટાર્સ સુવિધા દ્વારા રીલ, લાઈવ અથવા વીઓડી વિડિયો દ્વારા પૈસા કમાવવાની તક આપી રહી છે.
• મોનેટાઇઝીંગ રીલ્સ કંપની વધુ સર્જકો માટે રીલ્સ પ્લે બોનસ પ્રોગ્રામ બહાર પાડી રહી છે. આ સાથે, નિર્માતાઓ ફેસબુક ઉપર પણ કોસ પોસ્ટ કરીને ઈન્સ્ટાગ્રામ મોનેટાઇઝીંગ રીલ્સ કરી શકે છે.
• ક્રિએટર માર્કેટ પ્લેસ ઝકરબર્ગે કહ્યું છે કે, કંપની ઈન્સ્ટાગ્રામ ઉપર સ્થાનોનાં નવા સેટનું પરીક્ષણ કરી રહી છે. જયાં સર્જકોને શોધી અને ચૂકવણી કરી શકાય છે. બ્રાન્ડસ ભાગીદારીની તક પણ શેર કરી શકે છે.
• ડીજીટલ કોલેટીબલ્સ છે. ઝકરબર્ગે કહ્યું છે કે, કંપની ઈન્સ્ટાગ્રામ ઉપર ડિસ્પ્લે એનએફટી માટે તેનું સમર્થન વધારી રહી છે. આ ફીચર ફેસબુક ઉપર પણ ટુંક સમયમાં રજુ કરવામાં આવશે. તેની શરૂઆત અમેરિકાનાં પસંદગીનાં સર્જકો સાથે કરવામાં
આવશે.