વેલસ્પન અગ્નિવીરોનું સ્વાગત કરે છે

0

વેલસ્પન હંમેશા કલ્પનાથી પરે જવાની હિંમત કરે છે. રાષ્ટ્ર માટે એક મજબૂત આવતીકાલના નિર્માણમાં સરકારના એજન્ડાને સમર્થન આપવાના તેના પ્રયાસમાં વેલસ્પન આ ર્નિણય ઉપર પહોંચ્યું છે. તે અમારા અગ્નિવીરોને કારકિર્દીની શ્રેષ્ઠ તકો પ્રદાન કરશે તેવી જાહેરાત કરીને ખાતરી સાથે ફરી તેને યોગ્ય દિશામાં આગળ ધપાવે છે. વેલસ્પન તેમને ભારતની ત્રણેય ફોર્સીસ(આર્મી, નેવી અને એર ફોર્સ) દ્વારા આપવામાં આવતી અત્યંત વ્યાપક તાલીમને કારણે પ્રાપ્ત થયેલી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખે છે. ૨.૭ બિલિયન ટર્નઓવર ધરાવતું વેલસ્પન ગ્રૂપ હોમ ટેક્સટાઇલ, લાઇન પાઇપ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. તે ૨૬,૦૦૦ કર્મચારીઓને રોજગારી આપે છે અને સમગ્ર ઇકોસિસ્ટમમાં ૧,૦૦,૦૦૦થી વધુ લોકોનો સમાવેશ કરે છે. અમારા વ્યવસાયો વર્ટિકલી ઈન્ટીગ્રેટેડ છે અને આ શિસ્તબદ્ધ, કુશળ અગ્નિવીરોને કૌશલ્યો અને અનુભવના આધારે વિવિધ સ્તરો ઉપર વિવિધ તકો પ્રદાન કરશે. જીવનના દરેક ક્ષેત્રે તેમનું સુવ્યવસ્થિત વલણ તેમને આવતીકાલ સાથે મળીને નેતૃત્વ કરવા માટે પ્રેરણા આપે છે. આ પ્રસંગે ટિપ્પણી કરતા વેલસ્પનના ચેરમેન બી. કે. ગોએન્કાએ જણાવ્યું હતું કે “અગ્નિપથ યોજના ઉદ્યોગ માટે અત્યંત કુશળ, શિસ્તબદ્ધ અને પ્રતિભાશાળી કર્મચારીઓને તેમની સંસ્થાઓમાં સામેલ કરવાની સુવર્ણ તક છે. ઔદ્યોગિક મશીનરી ઉપર ગૌણ અભિગમ સાથે, તેઓ ગુણવત્તાયુક્ત આઉટપુટ આપવા સક્ષમ બનશે. અગ્નિવીરોને વેલસ્પનમાં વિવિધ સ્તરે યોગ્ય જગ્યાઓ મળશે.”

error: Content is protected !!