માંગરોળનાં ફરંગટા ગામે વાડીમાંથી વિજ વણીયારનું બચ્ચું મળી આવ્યું

0

માંગરોળના ફરંગટા ગામે આવેલ ભારતસિંહ કચ્છવાની વાડીએ જવલ્લે જ જાેવા મળતા વન્યજીવ વિજ વણીયરનું નવજાત બચ્ચું નિતીનભાઈ ધરસંડા નામના વ્યક્તિને નજરે પડ્યું હતું. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તેની માતા કુદરતી રીતે મૃત હાલતમાં મળી આવતા સંજીવની નેચર ફાઉન્ડેશન-શીલના કાર્યકરો રાકેશ બારૈયા અને નિખીલ પુરોહીતે સ્થળ ઉપર જઈ આંખ પણ ન ખુલી હોય તેવા બચ્ચાને વનવિભાગને સોંપ્યું હતું. આ બચ્ચાને માળીયા ખાતે એનિમલ કેર સેન્ટરમાં મોકલાયું હતું.

 

error: Content is protected !!