જૂનાગઢ સિવીલમાં એક્ષ્પાયરી ડેટનો ગ્લુકોઝનો બાટલો ચડાવનાર ૨ નર્સને ફરજમુકત કરાઇ, ૧ કર્મીને ઇન્ચાર્જ પદેથી હટાવાયો

0

જૂનાગઢ સિવીલમાં દર્દીને એક્ષ્પાયરી ડેટનો બાટલો ચડાવવાના પ્રકરણ અંગે સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલના પગલે સિવીલમાં ૨ નર્સિંગ સ્ટાફને ફરજ મૂકત કરાઇ છે. જ્યારે એક કર્મીનું ઇન્ચાર્જ પદ પરત લઇ લેવાયું છે. સિવીલ સુપ્રિટેન્ડેન્ટના આ કડક વલણથી અન્ય બેદરકાર કર્મીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. આ અંગે મળતી વિગત મુજબ સિવીલમાં એક મહિલા દર્દીને એક્ષ્પાયરી ડેટનો બાટલો ચડાવી દેવાયો હતો. આ અંગેની જાણ થતા સોૈરાષ્ટ્ર ભૂમિ દૈનિકે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. આ અહેવાલ બાદ સિવીલ સુપ્રિટેન્ડેન્ટે કડક પગલાં લીધા હતા. સુપ્રિટેન્ડેન્ટ ડો. સુશીલ કુમારે જણાવ્યું હતું કે, આ મામલે બેદરકારી દાખવનાર ૨ નર્સિગ સ્ટાફને છૂટા કરી દેવાયા છે. જ્યારે અન્ય એક કર્મીને ઇન્ચાર્જ પદ ઉપરથી હટાવી લીધા છે. બાટલો ક્યાંથી આવ્યો તે તપાસનો વિષય છે અને તેની તપાસ જારી છે.

error: Content is protected !!