જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધા થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો

0

જૂનાગઢ જીલ્લામાં શુક્રવારે સાર્વત્રીક અડધાથી દોઢ ઈંચ પાણી પડી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડીયાથી ભારે બફારા અને ઉકળાટ વચ્ચે ગઈકાલે શુક્રવારે બપોર બાદ મેઘરાજાએ આગમન કરી અડધા ઈંચ જેવું પાણી વરસાવી દેતા લોકોએ ઠંડક અહેસાસ કર્યો હતો. હવામાન વિભાગનાં આંકડા અનુસાર ગઈકાલે કેશોદ ૩૧, જૂનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૧પ, ભેસાણ-૭, મેંદરડા-૪ર, માંગરોળ-ર૭, માણાવદર-૧૩, માળીયા હાટીના-૧૬, વંથલી -ર૦ અને વિસાવદરમાં ૧પ મી.મી. વરસાદ નોંધાયો હતો. મોડી સાંજ બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો અને આજે સવારે પણ વાતાવરણ ખુલ્લુ જાેવા મળી રહયું છે. અત્રે નોંધનીય બની રહેશે કે મોસમનો કુલ વરસાદ ૯૪.૪ મી.મી. એટલે કે, ૪ ઈંચ જેટલો વરસાદ પડયો છે. આમ માત્ર ૧૦ ટકા જેટલો વરસાદ વરસ્યો હોય હજુ પણ ૭૦ થી ૮૦ ટકા વરસાદની જરૂરીયાત હોય, જુનનાં આખરમાં અને જુલાઈમાં સારા વરસાદની લોકો આશા સેવી રહયા છે.

error: Content is protected !!