મોરબી ખાતે સ્વ. રમેશ મહેતાને ગુજરાતી કલાકારો દ્વારા શ્રધ્ધાંજલી અપાઈ

0

મોજીલા મોરબીના આંગણે તા.૨૨-૬-૨૨ના રોજ ગુજરાતી ફિલ્મ જગતના હાસ્ય કલાકાર ઓ..હો..ઓ..હો..થી જાણીતા સ્વ. રમેશ મહેતાને શ્રધ્ધાંજલી આપતો કાર્યક્રમ યોજાયો હતો. સાથે ગુજરાતી રંગમંચ સાથે સંકળાયેલા કલાકારોને તેમની કલાને બિરદાવીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સમારોહમાં કલાકારને ગુજરાતી ફિલ્મની મા એટલે ગીતાબેન અગ્રાવતને પણ એવોર્ડથી સન્માનિત કરી બિરદાવવામાં આવ્યા હતા. ગીતાબેનની વાત કરીએ તો ગીતાબેન રામાનંદી સાધુ સમાજમાંથી આવે છે. તેમણે ગુજરાતી કલા નગરીમાં ઘણા સારા રોલ કરી અભિનય કલાને ચાર ચાંદ લગાવ્યા છે. સારો અભિનય કરી ઘરે-ઘરે લોક ચાહના મેળવી છે. આ પહેલા પણ ગીતાબેનને ગોલ્ડન એવોર્ડ સમારોહમાં બેસ્ટ અભિનેત્રીના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આવા અનેક એવોર્ડ મેળવી ગીતાબેનને રામાનંદી સાધુ સમાજનું ગૌરવ વધારે છે. ગીતાબેન અભિનયની સાથે સાથે જાહેર ક્ષેત્રે ઘણા સારા કાર્ય પણ કરે છે. પોતે નવ નીધિ દિવ્યાંગ ટ્રસ્ટ ચલાવે છે. પોતના જ પરીવારમાં જ બહેરા-મુંગાનો કડવો અનુભવ થતા ગીતાબેનના મનમાં હંમેશા એક વાત સતાવતી હતી કે, મારે સમાજ માટે કંઈક કરવું છે. મને જે તકલીફ પડી એ બીજાને ન પડવી જાેઈએ તેવી પ્રેરણા લઈને આ દિવ્યાંગ ટ્રસ્ટ ઉભું કર્યું અને મહિલા દિનના દિવસે જરૂરીયાત મહિલાઓને પણ પ્રોત્સાહિત કરે છે. આવા ભગીરથ કાર્ય બિરદાવીને ગીતાબેનને બેસ્ટ મધરનો એવોર્ડ પણ આપવામાં આવ્યો છે.

error: Content is protected !!