રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે ૩ શિક્ષકોને નિવૃતિ વિદાયમાન અપાયું

0

રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને અભ્યાસ કરાવતા ૩ શિક્ષકોનો નિવૃતિ વિદાય સમારંભ યોજાયો હતો. તદઉપરાંત ધો.૧૦/૧૨ના પ્રજ્ઞચક્ષુ તેજસ્વી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂ. શેરનાથબાપુ, લોકસાહિત્યકાર અમુદાનભાઈ ગઢવી, સાંપ્રત એજ્યુકેશનના મહેન્દ્રભાઈ પરમાર, જશ કન્સલ્ટસીના અમિતભાઇ ચરડવા ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ બી.કે. સરવૈયા, મંત્રી પુરષોત્તમભાઈ અકબરીએ ભારે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!