માંગરોળ : પર્યાવરણને અનુકૂળ જીવન શૈલી વિષય ઉપર રહીજ ગામે તાલીમ શિબીર યોજાઈ

0

ગુજરાત ઇકોલોજી કમિશન, ગાંધીનગર, ગુજરાત સરકાર, શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોટીલા તેમજ રહીજ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે તાલીમ શિબીર યોજાઈ હતી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીજ ગામમાં સાયકલોન સેન્ટર ખાતે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિષય ઉપર એક દિવસની તાલીમ શિબીર યોજાઈ હતી. આ એક દિવસીય તાલીમ કાર્યક્રમમાં ગુજરાત ઇકોલોજી કમિશન દ્વારા નક્કી કરવામાં આવેલા ઉદેશો મુજબ ગામમાં પર્યાવરણ પરત્વે લોકોમાં જાગૃતિ આવે અને લોકો પર્યાવરણના સંરક્ષણ માટે આગળ આવે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કર્યક્રમમાં રહીજ ગામની મહિલાઓએ મોટી સંખ્યામાં આપી હતી. પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ બદલ સરપંચ ભરતભાઇ રામને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કવિઝમાં ભાગ લેનાર વિજેતાને એવોર્ડ આપી બિરદાવવામાં આવ્યા હતા. શ્રી જગતભારતી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વતી તાલીમકાર નેહલ મોદી, હસમુખ ચૌહાણ, જીજ્ઞેશ પટેલ દ્વારા તાલીમનું સંચાલન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!